Home Uncategorized વડોદરામાં પુરમાં લોકો ભયના ઓથાર નીચે થથર્યા,જીવન જરૂરિયાતની વસ્તુ માટે લોકો ટળવળ્યાં

વડોદરામાં પુરમાં લોકો ભયના ઓથાર નીચે થથર્યા,જીવન જરૂરિયાતની વસ્તુ માટે લોકો ટળવળ્યાં

Face Of Nation:વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરાના 962 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ જરૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. વડોદરાના ઉડેરા ગામમાં તળાવના આજુબાજુ વિસ્તારના 200 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. બરોડા ડેરીનું દૂધ ન પહોંચતા ડેરીના મુખ્ય કેન્દ્ર બહાર લોકોની દૂધ લેવા માટે લાઈનો લાગી છે.

સોખડા ગામના રામટેકરા વિસ્તારના પણ 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પણ પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. ભાયલી ગામના ગ્રાઉન્ડ વલ્ડ અને આંબેડકર ફળીયાના 150 લોકોનું પ્રાથમિક શાળામાં સ્થાંળતર કરવામાં આવ્યું છે. કોટલી ગામના નવીનગરી વિસ્તારના 150 લોકોનુ પણ ગામની પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત વેમાલીમાંથી 90, વરણામામાંથી 12 અને ચાપડમાંથી 70 અને દેણામાંથી 90 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વિરોદ ગામના 20 લોકોને ઉચાણવાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે.વુડા સર્કલ કારેલીબાગ ખાતે NDRFની ટીમ પહોંચી ગઇ છે. વિશ્વામિત્રના કાંટા વિસ્તારમાં આવેલા જલારામ નગરમાં 35 લોકો ફસાયા છે. જેને બહાર કાઢવાની કામગીરી NDRFની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.શહેરમાં 18થી 20 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે જનજીવન ખોરવાય ગયું છે. બરોડા ડેરીનું દૂધ ન પહોંચતા ડેરીના મુખ્ય કેન્દ્ર બહાર લોકોની દૂધ લેવા માટે લાઈનો લાગી છે.ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને નિવાસી અધિક કલેક્ટર દિલીપ પટેલે રાત્રે 2 વાગ્યે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓને વિસ્તાર અનુસાર વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. NDRFની ટીમની જરૂર જણાય ત્યાં મદદ લેવા પણ સૂચના આપવામાં આવી છે.