Face Of Nation 25-11-2022 : લોકશાહીમાં પ્રજાને સત્તાની ના ગમતી કામગીરી કે ના ગમતા નિર્ણયો સામે વિરોધ કરવાનો અબાધિત હક્ક છે. સરકાર ક્યારેય એવી ન હોવી જોઈએ કે જે પ્રજા પાસેથી વિરોધ કરવાનો હક્ક જ છીનવી લે. પ્રજાએ કદાપિ એવી કામગીરી ન કરવી જોઈએ કે જેનાથી સત્તા બિન્દાસ્ત બની જાય કે સત્તાને પ્રજાનો ડર જ ન રહે. અમેરિકામાં પેટ્રોલના ભાવ વધતા લોકો સરકારની વિરોધમાં ઉતરી ગયા અને કેટલાક લોકોએ પોતાની ગાડીઓ ઉપર બાઈડનનો વિરોધ કરતા ઝંડા લગાવ્યા. લોકોનું માનવું છે કે, જે નેતા પ્રજાને મોંઘવારી આપે તે નેતા પ્રજા માટે ક્યારેય યોગ્ય નથી. વિદેશમાં પ્રજા બિન્દાસ્ત તેમનો વિરોધ પ્રદર્શિત કરી શકે છે, બોલી શકે છે પરંતુ ભારતમાં તે શક્ય નથી. ભારતમાં જયારે લોકો બિન્દાસ્ત બનીને વિરોધ કરી શકે કે બોલી શકે ત્યારે દેશને લોકશાહી સરકાર મળી હશે. જો ગુજરાતના કે ભારતના લોકો આવી રીતે વિરોધ પ્રદર્શન કરી શકે કે પોતાના વિચારો મુક્ત બનીને બોલે તો 24 થી 48 કલાકમાં તેણે પોલીસ આવીને ઉપાડી જાય છે અને કેસ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દે છે. પોલીસની અને સરકારની આવી કામગીરી માટે પ્રજા જ જવાબદાર છે. પ્રજાનો અતિશ્યોકતી ભર્યો પ્રેમ અને આંધળાપણું હંમેશા લોકશાહીને પતન તરફ ધકેલે છે. જો પ્રજા આજની સરકારનો મુક્ત મને વિરોધ કરી શકે તો ચોક્કસથી એમ કહી શકાય કે, વોટ ફોર મોદી કે વોટ ફોર ભાજપ.
આજે ગુજરાતમાં લોકો ભાજપ, ભાજપ અને મોદી મોદી કરી રહ્યા છે. બસ, ગુજરાતીઓની આ જ નીતિ રીતિ લોકશાહીનું પતન કરવા પૂરતી છે. આજે અને આવતીકાલે જે પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તેના માટે કોઈ નેતા નહિ પરંતુ ગુજરાતની જનતા જવાબદાર હશે. આજે મતદાન સમયે જોરદાર ભાષણો કરનારા નેતાઓ ચૂંટણી જીત્યા બાદ પ્રજાની ઐસી કી તૈસી સમજીને કામગીરી કરતા થઇ જાય છે. સરકારી કામોથી લઈને પ્રજાના આરોગ્ય સુધીના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે જેની અસર સીધી પ્રજા ઉપર પડે છે. આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે પ્રજામાંથી કોઈ વ્યક્તિ કે મીડિયા સત્તા સામે અવાજ ઉઠાવે કે સત્તાને સવાલ કરે કે સત્તાએ પ્રજાના હિત વિરુદ્ધ કોઈ નિર્ણય લીધો હોય અને તે અંગે અવાજ ઉઠાવે તો તેણે કોંગ્રેસી કે દેશ વિરોધી કહેવામાં આવે છે. આ પરિસ્થિતિ લોકશાહી માટે ખુબ જ ખતરનાક છે કેમ કે જે લોકો સત્તા વિરોધી બોલનારનો વિરોધ કરે છે તેવા લોકો તેમના પોતાના માટે આવતીકાલે તેમની સાથે થનારા અન્યાયનો અવાજ દબાવી રહ્યા છે. આવતીકાલે જો તેમની સાથે કોઈ અન્યાય થશે અને લોકો પણ તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરશે ત્યારે તેઓ ન્યાયથી વંચિત બની જશે. આજે વિદેશમાં લોકો તેમની પસંદની સરકાર બનાવે છે અને તેને ઘરે બેસાડવાની પણ હિમ્મત ધરાવે છે. જે આજે લોકશાહી જીવંત હોવાનું તાદ્રશ ઉદાહરણ પૂરું પાડે છે.
ગુજરાત કે ભારતની પ્રજા લોકશાહીનું પતન કરવાના રસ્તે છે. પ્રજા નેતાઓ ઉપર પોતાનો કાબુ ગુમાવી બેઠી છે. હવે નેતાઓને પ્રજા પોતાને જ મત આપશે તેવો અહંમ અને વિશ્વાસ આવી ગયો છે. પ્રજા પણ સત્તાથી મોહી ગઈ છે એટલે સત્તા દ્વારા લેવામાં આવેલા પ્રજા વિરોધી નિર્ણયો પણ પ્રજાને આવકારદાયક લાગી રહ્યા છે જેને લઈને નેતાગીરી લોકશાહીને કચડીને અભિમાની બની ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
કથામાં ભાજપનો પ્રચાર કરવા લાગ્યા કહેવાતા સાધુ, સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીની ભાજપ ભક્તિ !