Face Of Nation 24-03-2022 : પાંચ રાજ્યમાં ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરવાનું શરૂ થઈ ગયું છે. ઓઈલ કંપનીઓએ સતત ત્રીજી વખત કિંમતોમાં વધારો કર્યો છે. મંગળવાર અને બુધવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યા બાદ ફરી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. પેટ્રોલમાં લિટરે 80 પૈસા જ્યારે ડીઝલના ભાવમા લિટરે 82 પૈસાનો વધારી કરી દેવાયો છે. ભાવ વધારો કરવામાં આવતા પેટ્રોલનો નવો ભાવ 97.47 રૂપિયા થયો છે જ્યારે ડીઝલનો નવો ભાવ 91.53 રૂપિયા થયો છે. ગુજરાતના પેટ્રોલ-ડીઝલ એસોસિએશન તરફથી નવો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.આવતીકાલથી નવો ભાવ લાગુ થશે.
સોમવાર-મંગળવારે પણ ભાવ વધારો ઝીંકાયો હતો
મંગળવારે પણ પેટ્રોલ-ડીઝલ 80 પૈસા પ્રતિ લિટરે મોંઘું થયું હતું. ગઈકાલે રાંધણગેસમાં પણ રૂપિયા 50નો વધારો કરાયો હતો. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે, જેને કારણે કંપનીઓ પર એની કિંમત વધારવાનું દબાણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ 20 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).