Home News 100 રૂપિયાની કિંમતનું ઇંધણ તમને 60 રૂપિયામાં મળશે, મોદી સરકાર યોજના પર...

100 રૂપિયાની કિંમતનું ઇંધણ તમને 60 રૂપિયામાં મળશે, મોદી સરકાર યોજના પર કરી રહી છે કામ

Face Of Nation, 04-11-2021:  દિવાળી ટાણે મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈસ ડ્યૂટીમાં કામ મૂકીને ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. જેના કારણે પેટ્રોલ સસ્તુ થયું છે. કેન્દ્ર સરકારે એક્સાઈસ ડ્યૂટીમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો. જ્યારે ડીઝલ પર 10 ટકા પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. અનેક રાજ્યોએ પણ વેટમાં કાપ મૂકતા નાગરિકોને મોટી રાહત મળી છે. આમ છતાં પેટ્રોલ અને ડીઝલ હજુ પણ મોંઘુ છે. અનેક રાજ્યોમાં કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર કરતા પણ વધુ છે. ડીઝલ અને પેટ્રોલની મોંઘી કિંમતો નીચે લાવવા માટે મોદી સરકાર એક ખાસ પ્લાન પર કામ કરી રહી છે. જો બધુ ઠીક રહ્યું હતો અત્યારે તમને કાર ચલાવવા માટે એક લીટર પેટ્રોલ 100 રૂપિયાની આસપાસ મળે છે પરંતુ તે વખતે તમને 60 રૂપિયાની આસપાસ ઈંધણ મળી શકશે.

અહીં જે ઈંધણની વાત કરી રહ્યા છીએ તે છે ફ્લેક્સ ફ્યૂલ. પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવના કારણે સરકારે છેલ્લા કેટલાક મહિનાઓમાં ખુબ આલોચનાનો સામનો કરવો પડ્યો છે. કિંમતો ઓછી કરવાના હેતુથી જ ઈથેનોલ બ્લેન્ડિંગનું કામ પણ ચાલુ છે. પરંતુ આમ છતાં ભાવ ઘણા વધારે છે. આવામાં સરકાર ફ્લેક્સ ફ્યૂલ પર કામ કરી રહી છે. જેથી કરીને પેટ્રોલ ડીઝલથી જ છૂટકારો મળી જાય અને લોકોને ભારે કિંમત ચૂકવવી ન પડે.

તમને એમ થતું હશે કે આખરે આ ફ્લેક્સ ફ્યૂલ શું છે. ફ્લેક્સ ફ્યૂલ ગેસોલીન અને મેથનોલ કે એથનોલના મિશ્રણથી બનાવવામાં આવતું વૈકલ્પિક ઈંધણ છે. આ ફ્યૂલનું એન્જિન પેટ્રોલ એન્જિન જેવું જ હોય છે. પરંતુ તેમા કેટલાક વધારે કમ્પોનન્ટ હોય છે. ફ્લેક્સ એન્જિન એકથી વધુ ઈંધણ પર ચાલી શકે છે. આ એન્જિનની એક વધુ ખાસિયત એ છે કે તે ઈલેક્ટ્રિક વ્હિકલોની સરખામણીએ ઓછા  ખર્ચે બની જાય છે.

મોદી સરકાર તરફથી ફ્લેક્સ ફ્યૂલ પર કામ ચાલુ છે અને તેને લોન્ચ થયા બાદ સરકારનું પ્લાનિંગ તેને અનિવાર્ય કરવા પર હોઈ શકે છે. પરિવહન મંત્રી નિતિન ગડકરી ફ્લેક્સ ફ્યૂલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં લાગ્યા છે. તેમણે થોડા સમયે પહેલા જણાવ્યું હતું કે ફ્લેક્સ ફ્યૂલને સરકાર અનિવાર્ય કરવા પર વિચારી રહી છે અને ફ્લેક્સ ફ્યૂલ પર ઝડપથી કામ કરી રહી છે. આમ કરવા માટે સરકાર તમામ કંપનીઓને ફ્લેક્સ ફ્યૂલ એન્જિનનો ઉપયોગ કરવાનું કહી શકે છે.

કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઓછી કર્યા બાદ 13 રાજ્યોએ પણ પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ભારે ઘટાડો કર્યો છે. જેમાં 10 ભાજપ શાસિત રાજ્યો સામેલ છે. ભાજપ શાસિત રાજ્યોમાં અસમ, ત્રિપુરા, મણિપુર, કર્ણાટક, ગોવા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડે વધારાના કાપની જાહેરાત કરી છે. આ ઉપરાંત બિહાર, ઓડિશા અને સિક્કિમે પણ વેટ પર ઘટાડાની વાત કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)