Home Uncategorized 5 દિવસમાં રૂ.3.20નો વધારો; પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઓઈલ કંપનીઓએ ચોથી વખત કર્યો વધારો,...

5 દિવસમાં રૂ.3.20નો વધારો; પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઓઈલ કંપનીઓએ ચોથી વખત કર્યો વધારો, બંનેમાં 80 પૈસા વધ્યાં!

Face Of Nation 26-03-2022 : છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. શનિવારે પણ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો કર્યો છે. હવે દિલ્હીમાં પેટ્રોલ 98.61 રૂપિયા/લિટર અને ડીઝલ 89.87 રૂપિયા/લિટર મળી રહ્યું છે. અગાઉ 22, 23 અને 25 માર્ચે 80-80 પૈસાનો વધારો થયો હતો. 5 રાજ્યોમાં ચૂંટણી પૂરી થતાની સાથે જ ઓઈલના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઓઈલના ભાવ 137 દિવસ સુધી સ્થિર હતા. માર્ચ મહિનામાં છેલ્લા પાંચ દિવસ મોંઘવારી વધારનારા રહ્યા છે. 22 માર્ચથી અત્યાર સુધી એલપીજી અને CNG-PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ સતત વધી રહ્યા છે.
ભાવ એક સાથે નહીં પણ ધીમે ધીમે વધશે
હાલમાં, મૂડીઝ રેટિંગ એજન્સીએ એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે ભારતના ટોચના ઇંધણ રિટેલર્સ IOC, BPCL અને HPCLએ નવેમ્બર અને માર્ચ વચ્ચે લગભગ 2.25 અબજ ડોલરની આવકનું નુકસાન થયું છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર નુકસાનથી બચવા માટે રિફાઈનરને કિંમતો વધારવાની મંજૂરી આપશે. સતત બે દિવસ સુધી 80-80 પૈસાના વધારા પર મૂડીઝે કહ્યું કે આ સૂચવે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સાથે નહીં પણ ધીમે ધીમે વધશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).