Home News 13 દિવસમાં 8 રૂ. મોંઘુ થયું ઈંધણ; પેટ્રોલમાં 80 તો ડીઝલના ભાવમાં...

13 દિવસમાં 8 રૂ. મોંઘુ થયું ઈંધણ; પેટ્રોલમાં 80 તો ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો, આવતીકાલથી નવો ભાવવધારો અમલી બનશે!

Face Of Nation 02-04-2022 : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગેલી આગ વધુ વિકરાળ બની છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વાર પેટ્રોલ ભાવમાં 80 પૈસા તો ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો કર્યો છે. નવો ભાવવધારો 3 એપ્રિલ (આવતીકાલ)થી સવારના 6 વાગ્યાથી અમલી બનશે. છેલ્લા 13 દિવસમાં 8 રુપિયા ઈંધણ મોંઘુ થયું છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓ છેલ્લા 13 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. નવા વધારા સાથે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલ 100 રુપિયાને પાર પહોંચ્યું છે.
મોટાભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલની સદી
નવા વધારા સાથે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની સદી ફટકારી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આગામી ચૂંટણી પૂરી થાય ત્યાં સુધીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 275 રૂપિયા થઈ જશે. સાથે જ તેમણે આ આંકડા વિશે સમગ્ર ગણિત પણ સમજાવ્યું છે. શનિવારે છેલ્લા 12 દિવસમાં 10મી વખત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
7 મહિનામાં કિંમત 175 રુપિયા વધશે-અખિલેશનો કટાક્ષ
તેમણે ટ્વિટ કરીને લખ્યું, “લોકો કહી રહ્યા છે કે જો પેટ્રોલની કિંમતમાં દરરોજ 80 પૈસા અથવા લગભગ 24 રૂપિયા પ્રતિ મહિનાનો વધારો ચાલુ રહેશે, તો આગામી ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે, આ દરમિયાન 7 મહિનામાં, કિંમત લગભગ 175 રૂપિયા વધી જશે, જેનો અર્થ છે કે પેટ્રોલ આજના 100 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 275 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. આ છે ભાજપની મોંઘવારીનું ગણિત!’ શનિવારે ડીઝલના ભાવ પણ 100 રૂપિયાના આંકડાને પાર કરી ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).