Home News 1 દિવસની “રજા” બાદ પેટ્રોલમાં 79 અને ડીઝલમાં 83 પૈસા વધ્યાં; અમદાવાદમાં...

1 દિવસની “રજા” બાદ પેટ્રોલમાં 79 અને ડીઝલમાં 83 પૈસા વધ્યાં; અમદાવાદમાં રૂ.102.28 પૈસા મળશે!

Face Of Nation 01-04-2022 : પેટ્રોલ-ડીઝલમાં હળવા વધારાના ડોઝ સતત ચાલી રહ્યો છે. આવતીકાલથી (શનિવાર)થી અમલમાં આવે એ રીતે પેટ્રોલના ભાવમાં 79 પૈસા અને ડીઝલમાં 83 પૈસાના વધારાની જાહેરાત કંપનીઓએ આજે કરી હતી. શનિવારે સવારે હવે સાદું પેટ્રોલ રૂ.102.28 અને પ્રીમિયમ પેટ્રોલ રૂ.105.62 પ્રતિ લીટર અમદાવાદમાં મળશે. આવી જ રીતે ડીઝલના સાદું રૂ.૯૬.૫૫ અને ડીઝલ પ્રીમિયમ રૂ.૧૦૬.૩૬ના ભાવથી અમદાવાદમાં મળશે. 4 રાજ્યોમાં ચૂંટણીના કારણે ભાવ વધારો સ્થગિત થયો હતો જે દરમિયાન વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા હતા. ભારત તેની કુલ જરૂરિયાતનું 80 ટકા ક્રૂડ આયાત કરે છે એટલે ભાવ વધી રહ્યા છે. ત્રણ મહિના ભાવ સ્થિર રહ્યા હોવાથી ભારતના સ્થાનિક ભાવ લગભગ રૂ.23 પ્રતિ લીટર, પડતર કિંમત કરતા ઓછા છે. કેન્દ્ર સરકાર વર્ષ 2021ની જેમ ખોટ ભરપાઈ કરવા હવે તબક્કાવાર ભાવ વધારી રહી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).