Home News દિવાળી પહેલા જ જનતા પર મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો

દિવાળી પહેલા જ જનતા પર મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો

Face Of Nation, 31-10-2021: દિવાળીના તહેવારોમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારાથી જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 35 પૈસાનો, જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 35 રૂપિયાનો ભાવ વધારો થયો છે. આમ એક મહિનામાં પેટ્રોલમાં અત્યાર સુધીમાં 7 રૂપિયાથી વધુ, જ્યારે ડીઝલમાં એક મહિનામાં આશરે 8 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે.

દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 109.34 રૂપિયા અને ડીઝલનો ભાવ 98.07 રૂપિયા પર પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. અહીં પેટ્રોલનો ભાવ 109.79 રૂપિયા અને ડીઝલની કિંમત 101.19 રૂપિયા થઈ છે. મુંબઈમાં પેટ્રોલ 11.15 રૂપિયા અને જીધળ 106.23 પર પહોંચ્યું છે.

છત્તીસગઢ અને મહારાષ્ટ્રની બોર્ડર પર આલા મધ્યપ્રદેશના અંતિમ જિલ્લા બાલાઘાટમાં પટ્રોલની કિંમતે નવો રેકોર્ડ બનાવ્યો છે. અહીંયા એક લીટર પેટ્રોલનો ભાવ 120.41 રૂપિયા છે, જ્યારે ડીઝલનો ભાવ 109.67 રૂપિયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)