Face Of Nation, 28-09-2021: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં વધારો થતાં જ દેશમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ રેકોર્ડબ્રેક સપાટી પર પહોંચી ગયા છે. ભારતીય તેલ કંપનીઓએ લાંબા સમયથી સ્થિર પેટ્રોલના ભાવમાં આજે ફરી વધારો કર્યો છે. જ્યારે ડીઝલના ભાવ પણ સતત ત્રીજા દિવસે વધ્યા છે.
તેલ કંપનીઓ દ્વારા આજે 28 સપ્ટેમ્બરના રોજ રજૂ કરાયેલા ભાવ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલ દેશભરના શહેરોમાં 20 થી 22 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. જ્યારે ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ 19 પૈસા પ્રતિ લિટર વધી રૂ.98.10 અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 27 પૈસા વધી રૂ.96.58 થઇ ગયો છે.
ઇન્ડિયન ઓલ કોર્પોરેશનના મતે દેશના ચાર શહેરોની તુલના કરીએ તો મુંબઇ પેટ્રોલ-ડીઝલ સૌથી મોઘું છે. આપને જણાવી દઇએ કે રાજ્યોમા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવતા કર અને પરિવહન ખર્ચને કારણે બદલાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)