Face Of Nation 05-04-2022 : પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. આ મુદ્દે આજે સંસદમાં સરકારને સવાલ કરવામાં આવ્યો ત્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જવાબ આપતા અમેરિકા અને બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે ભારતના ભાવવધારાની તુલના કરી હતી. આ સાથે સાથે હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, “મારા મતે ભારતમાં પેટ્રોલના ભાવમાં છેલ્લા બે અઠવાડિયામાં 5 ટકાનો વધારો થયો છે. કિંમતોમાં વધારો માત્ર ભારતમાં જ થયો નથી. એપ્રિલ 2021થી માર્ચ 2022ની વચ્ચે, પેટ્રોલના ભાવમાં અમેરિકામાં 51 ટકા, કેનેડામાં 52 ટકા, જર્મનીમાં 55 ટકા, યુકેમાં 55 ટકા, ફ્રાન્સમાં 50 ટકા અને સ્પેનમાં 58 ટકાનો વધારો થયો છે, “પુરીએ આજે લોકસભામાં આ વિષય પરના એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.
છેલ્લા બે સપ્તાહમાં 9.20 રુપિયાનો વધારો
છેલ્લા બે સપ્તાહમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધીમે ધીમે વધારો કર્યો છે. સરકારી તેલ કંપનીઓ લગભગ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો કરીને સામાન્ય માણસને ભાવ આંચકો આપી રહી છે. છેલ્લા બે સપ્તાહમાં ઈંધણના ભાવ પેટ્રોલના ભાવમાં 9 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. બે અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 13 વખત વધારો થયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News પેટ્રોલ-ડીઝલના ભાવ પર હરદીપ પુરીએ કહ્યું,-‘અમેરિકા-બ્રિટનની તુલના’માં ભારતમાં 5%નો થયો છે ભાવવધારો!