Face Of Nation 12-03-2022 : PFના દાયરામાં આવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારીઓ માટે ખરાબ સમાચાર છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે તમને 8.50%ના બદલે 8.10%ના દરે વ્યાજ મળશે. આ દર છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચો છે. 1977-78માં EPFOએ 8% વ્યાજ આપ્યું હતું. ત્યારથી તે 8.25% કે તેથી વધુ રહ્યું છે. છેલ્લા બે નાણાકિય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો, વ્યાજ દર 8.50% રહ્યું છે.
1989થી 1999ના સમય દરમિયાન પીએફ પર 12% વ્યાજ
1952માં PF પર વ્યાજ દર માત્ર 3% હતો. જોકે, ત્યાર બાદ તેમાં વધારો થયો હતો. 1972માં પ્રથમ વખત તે 6% થી ઉપર પહોંચ્યો. તે 1984માં પ્રથમ વખત 10%થી ઉપર પહોંચ્યું હતો. પીએફ ધારકો માટે શ્રેષ્ઠ સમય 1989થી 1999નો હતો. આ દરમિયાન પીએફ પર 12% વ્યાજ મળતું હતું. તે પછી વ્યાજ દર ઘટવા લાગ્યા. 1999 પછી વ્યાજ દર ક્યારેય 10%ની નજીક પહોંચ્યો નથી. તે 2001 થી 9.50% થી નીચે રહ્યો છે. છેલ્લા સાત વર્ષથી તે 8.50% કે તેનાથી ઓછો છે.
અત્યાર સુધી સૌથી વધુ 12% વ્યાજ
છેલ્લા બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો, વ્યાજ દર 8.50% રહ્યો છે. 2018-19માં તે 8.65% રહ્યો છે. બીજી બાજુ, જો આપણે અત્યાર સુધીના સૌથી વધુ વ્યાજની વાત કરીએ, તો તે નાણાકીય વર્ષ 1989-2000માં આપવામાં આવ્યું છે. PFની શરૂઆત 1952માં થઈ હતી. 1952 થી 1955 સુધી 3% વ્યાજ આપવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).