Home Politics PKનું ‘દિલ ઉભરાયું’ : કોંગ્રેસને હિમાચલ અને ગુજરાતમાં કંઈ જ મળશે નહીં,...

PKનું ‘દિલ ઉભરાયું’ : કોંગ્રેસને હિમાચલ અને ગુજરાતમાં કંઈ જ મળશે નહીં, ગુજરાતમાં 182 અને હિમાચલમાં 68 બેઠક પર આ વર્ષે યોજાશે ચૂંટણી!

Face Of Nation 20-05-2022 : પ્રશાંત કિશોર એટલે કે PKએ કોંગ્રેસના ચિંતન શિબિરને નિષ્ફળ ગણાવી છે. કોંગ્રેસ ઉપર નિશાન સાધતા તેમણે કહ્યું કે પાર્ટીને ઉદયપુર ચિંતન શિબિરથી કંઈ જ મળ્યું નથી. આ કેમ્પથી કોંગ્રેસ નેતૃત્વ એટલે કે ગાંધી પરિવારને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે વધુ સમય મળ્યો છે. આ સાથે પ્રશાંત કિશોરે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની હારની આગાહી પણ કરી દીધી છે. પ્રશાંતિ કિશોરે કહ્યું, મને વારંવાર ઉદયપુર ચિંતન શિબિર અંગે ટિપ્પણી કરવા કહેવામાં આવ્યું, પરંતુ મારા મત મુજબ ઉદયપુર ચિંતન શિબિર સંપૂર્ણ નિષ્ફળ છે. આ ટિપ્પણી મજબૂરીમાં કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાંતિ કિશોરે એપ્રિલમાં કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટે 600 પાનાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.
ત્રણ દિવસ માટે ચિંતન શિબિર યોજાઈ હતી
કોંગ્રેસે ઉદયપુરમાં 3 દિવસ સુધી ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં 400થી વધારે નેતાએ ભાગ લીધો હતો. શિબિરમાં કોંગ્રેસે એક પરિવાર-એક ટિકિટ, સંગઠનમાં યુવાનોને અનામત, દેશભરમાં પદયાત્રા કાઢવા જેવા અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. તે સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે ફરીથી જનતાની વચ્ચે જઈશું, તેમની સાથે સંબંધો મજબૂત કરીશું અને આ કામ શોર્ટકટથી નહીં થાય. આ કામ સખત મહેનતથી કરવામાં આવશે.
કોંગ્રેસ રાજ્યમાં 27 વર્ષથી સત્તાથી દૂર છે
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે. કોંગ્રેસ રાજ્યમાં 27 વર્ષથી સત્તાથી દૂર છે. તાજેતરમાં કોંગ્રેસના આદિવાસી નેતા અશ્વિન કોટવાલ અને યુવા નેતા હાર્દિક પટેલ જેવા ઘણા મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે, ત્યારબાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. ગુજરાતમાં ચૂંટણીની લડાઈ ચહેરા પર લડાય છે પરંતુ કોંગ્રેસ પાસે કોઈ ચહેરો નથી.
હિમાચલમાં પણ કોંગ્રેસ સામે મોટા પડકાર
હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 44 અને કોંગ્રેસ પાસે માત્ર 21 છે. રાજ્યમાં 1985 પછી વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષ પોતાની સરકારનું પુનરાવર્તન કરી શક્યો નથી. એક વખત કોંગ્રેસ અને એકવાર ભાજપ ચૂંટણી જીતતા આવ્યા છે. કોંગ્રેસ 2012 પછી હિમાચલમાં સત્તાથી દૂર છે. રાજ્યમાં કોંગ્રેસે છ વખતના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહના પત્ની સાંસદ પ્રતિભાને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરીને નવું કાર્ડ રમી છે, પરંતુ પંજાબ-હરિયાણાની જેમ અહીં પણ જૂથવાદ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).