Face Of Nation 08-04-2022 : ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ અને તેમના પરિવારજનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી અમદાવાદ ડિવિઝનના તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ કિંમત ફરીથી 10 રૂપિયા કરવામાં આવી છે. વર્ષની શરૂઆતમાં કોરોનાના કિસ્સા વધવાના કારણે રેલવે સ્ટેશન પર બિનજરૂરી ભીડ પર નિયંત્રણ લાવવા પ્લેટફોર્મ ટિકિટ રૂપિયા 10થી વધારીને 30 કરી દેવામાં આવી હતી. જોકે હવે પરિસ્થિતિ સામાન્ય બની છે, ત્યારે ફરી એકવાર ટિકિટના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે. તો બીજીતરફ પશ્ચિમ રેલેવના અમદાવાદ ડિવિઝન પર તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયા કરી દેવામાં આવી છે. 18મી જાન્યુઆરી 2022થી ડિવિઝનના અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા ભુજ, મણીનગર તેમજ સાબરમતી સ્ટેશનો પર હંગામી ધોરણે પ્લેટફોર્મ ટિકિટ કિંમત રૂ 10થી વધારીને 30 કરવામાં આવી હતી.
રેલવે સ્ટેશન પર ભીડને કાબૂમાં લેવા નિર્ણય લેવાયો હતો
વર્ષ 2020ના માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ ઘટતા રેલવે વિભાગે તકેદારીના ભાગરૂપે અલગ-અલગ પગલા લીધા હતા. મુખ્યત્વે અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની વ્યસ્તતા વધારે જોવા મળતી હોય છે, જેમની સાથે આવતા અન્ય લોકો પર નિયંત્રણ રાખી શકાય તે માટે પ્લેટફોર્મ ટિકિટનું ભાડું વધારવામાં આવ્યું હતું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat પ્લેટફોર્મ ટિકિટ રૂ.30થી ઘટાડી રૂ.10 કરાઈ; અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણીનગર...