Home Uncategorized PM મોદી 48માં G-7 સમિટમાં લેશે ભાગ; ઈમરજન્સી પર PMએ કહ્યું- 47...

PM મોદી 48માં G-7 સમિટમાં લેશે ભાગ; ઈમરજન્સી પર PMએ કહ્યું- 47 વર્ષ પહેલા આજના દિવસે ડેમોક્રેસીને કચડવાનો પ્રયાસ થયો હતો, જુઓ Video

https://youtu.be/6NhqATx20Qg

Face Of Nation 26-06-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7ના 48માં શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે જર્મનીના મ્યૂનિચમાં છે, જ્યાં તેઓએ ભારતીય સમુદાયના લોકોને સંબોધી રહ્યાં છે. મોદીના ભાષણ પહેલાં રાષ્ટ્રગાન થયું. ભાષણ દરમિયાન પ્રધાનમંત્રીએ સૌથી પહેલાં પૂછ્યું- કેમ છો તમે બધાં? મને જણાવવામાં આવ્યું છે કે તમારામાંથી કેટલાંક લોકો ઘણી લાંબી મુસાફરી કરીને આવ્યા છે. હું તમારા બધાંમાં ભારતની એકતા અને બંધુત્વના દર્શન કરી રહ્યો છું. તમારો આ સ્નેહ હું ક્યારેય નહીં ભૂલી શકું. જે લોકો હિન્દુસ્તાનમાં આ જોઈ રહ્યાં હશે, તેમની છાતી પણ ગર્વથી ફુલાઈ ગઈ હશે.
આ દિવસે ડેમોક્રેસી પર ઈમરજન્સી લગાડવામાં આવી હતી
મોદીએ કહ્યું- આજે 26 જૂન છે, જે ડેમોક્રેસીની દ્રષ્ટીએ મહત્વની છે. આજથી 47 વર્ષ પહેલા આ સમયે જ ડેમોક્રેસીને બંધક બનાવવા તેને કચડવાનો પ્રયાસ કરાયો હતો. આ દિવસે ડેમોક્રેસી પર ઈમરજન્સી લગાડવામાં આવી હતી. જે બાદ લોકશાહીની જીત થઈ. ભારતના લોકોએ લોકશાહીને કચડવાનો જવાબ લોકતાંત્રિક રીતે આપ્યો. ભારત મધર ઓફ ડેમોક્રેસી છે.
આજે ભારતના દરેક ગામમાં વીજળી : પ્રધાનમંત્રી
આજે ભારતના દરેક ગામ ખુલ્લા શૌચમાંથી મુક્ત છે. દરેક ગામમાં વીજળી છે. 99 ટકા લોકોની પાસે ક્લીન કુકિંગ માટે ગેસ છે. દરેક પરિવાર બેંકિંગ સાથે જોડાયેલો છે.દરેક ગરીબને પાંચ લાખ રૂપિયાની સારવાર માટે સુવિધા ઉપલબ્ધ છે. ભારતમાં દરેક 10 દિવસમાં એક યૂનિકોન બની રહ્યું છે. દર મહિને એવરેજ 5 હજાર પેટ્રેન ફાઈલ થાય છે. આ લિસ્ટ ઘણું જ લાંબુ છે. હું બોલતો જઈશો તો તમારા ડિનરનો સમય થઈ જશે.
40 ટકા ડિજિટલ ટ્રાંઝેક્શન ભારતમાં થઈ રહ્યું છે
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું- કોઈ દેશ જ્યારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરે છે તો તેનો ઝડપથી વિકાસ થાય છે. 21મી સદીનું ભારત પાછળ નહીં રહે, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરનાર છે. આઈટી સેક્ટરમાં આપણે ઝંડો લહેરાવ્યો છે. 40 ટકા ડિજિટલ ટ્રાંઝેક્શન ભારતમાં થઈ રહ્યું છે. ભારતમાં ડેટા સૌથી સસ્તા છે.
આ કોન્ફરન્સ 26મી થી 28મી જૂન સુધી ચાલશે
પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત બે દિવસની હશે. અહીં પ્રધાનમંત્રી મોદી 12 થી વધુ આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક કરશે અને 15 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સમિટ 26મી થી 28મી જૂન સુધી ચાલશે. સમિટમાં ભાગ લીધા બાદ તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની પણ મુલાકાત લેશે.
મોદી ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પણ ભાગ લેશે
તેમની જર્મની-યુએઈ મુલાકાત પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેઓ સમિટમાં ભાગ લેનારા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ જર્મનીના મ્યુનિખમાં એક કોમ્યુનિટી પ્રોગ્રામમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે.
G-7ના બે સત્રમાં ભાગ લેશે : પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી મોદી મુખ્યત્વે G-7ના બે સત્રમાં ભાગ લેશે. પીએમએ કહ્યું કે આ સમિટમાં ક્લાઈમેટ, ઉર્જા, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા બાબતે સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સિવાય યુક્રેન-રશિયા યુદ્ધ પર ભારતનું વલણ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
જે હોટેલમાં સમિટ છે તેમાં એરકંડિશનર નથી
જે હોટલમાં કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે તેમાં એરકંડિશનર નથી. પેલેસમાં ઇકો-ફ્રેન્ડલી કૂલિંગ સિસ્ટમ છે, જ્યાં તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જાળવવામાં આવે છે. આ હોટલે 2015માં G-7નું પણ આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી 27મી જૂને જર્મનીથી UAE જવા રવાના થશે.
સાત દેશોનું ગ્રુપ છે G-7
G-7 જૂથ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનું ગ્રુપ છે, જેનું નેતૃત્વ હાલમાં જર્મની કરી રહ્યું છે. આ ગ્રુપમાં યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકા સામેલ છે. તેમાં આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સહિત અન્ય કેટલાક ટોચના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).