Home Uncategorized રાત્રે 8 કલાકે વડાપ્રધાન જનતાને સંબોધશે : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મોકૂફ

રાત્રે 8 કલાકે વડાપ્રધાન જનતાને સંબોધશે : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મોકૂફ

Face Of Nation : કોરોનાની મહામારીને લઈને દરેક દેશની સરકાર પોતપોતાની રીતે આ રોગ સામે લડવાના અને તેને અટકાવવાના અનેક પ્રયાસો કરી રહી છે. દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી આજે રાત્રે 8 કલાકે જનતાને સંબોધશે તો બીજી બાજુ ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પણ મોકૂફ રાખવામાં આવી છે. 31 માર્ચ પછી ચૂંટણીની નવી તારીખ જાહેર કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્ય સરકારની વિનંતિને ધ્યાનમાં લઈ નિર્ણય કર્યો છે.