Home Uncategorized કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની...

કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત

ફેસ ઓફ નેશન, 27-04-2020 : લોકડાઉનના પગલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી છે. વડાપ્રધાને આ બેઠકમાં મુખ્યમંત્રીઓ પાસેથી લોકડાઉન મામલે અભિપ્રાય માંગ્યા હતા. જે જોતા લોકડાઉનમા વધારો થાય તેવા સંકેતો મળ્યા છે. જ્યાં ભાજપની સત્તા નથી તેવા કેટલાક રાજ્યોએ પણ હજુ લોકડાઉનમાં વધારો કરવાની માંગ કરી છે. જો કે મળતી માહિતી પ્રમાણે, કોરોનાના કેસો જે રાજ્યોમાં વધી રહ્યા છે ત્યાં લોકડાઉનમાં વધારો કરવામાં આવશે. આવા રાજ્યોમાં જેટલા અસરગ્રસ્ત વિસ્તારો નથી ત્યાં છૂટછાટ પણ આપવામાં આવે તેવી શક્યતા છે. બાકીના રાજ્યોમાં શરતોને આધીન સરકારી આદેશ મુજબ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાત સહિત અન્ય કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ આજે તેમના રાજ્યોની માહિતી આપી છે. પોતાના રાજ્યોની પરિસ્થિતિ અંગેના પણ અહેવાલ આપવામાં આવ્યા છે. દિવસે દિવસે કોરોનાનો કેર વધતો જઈ રહ્યો છે. દેશની તમામ રાજ્ય સરકારો તેમનાથી બનતા તમામ પ્રયાસો કરી રહી છે. લોકડાઉનના કારણે કોરોનાના કેસોનો વધારો ઘણા પ્રમાણમાં અટક્યો છે. અત્યાર સુધી તમામ રાજ્યોએ કરેલી કામગીરીના અસરકારક પરિણામ માટે હજુ લોકડાઉનમાં વધારો કરવો જરૂરી છે. જેને કારણે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉનમાં વધારો કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આજે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ લોકડાઉન વધારવાની માંગ સાથે સહમત હોવાનું જાણવા મળ્યું છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું નિધન, છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર હેઠળ હતા

સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ