Face Of Nation 12-03-2022 : ખેલ મહાકુંભ 2022નો પ્રધાનમમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે રિમોટ દ્વારા 11મા ખેલ મહાકુંભ તથા ગુજરાત ખેલ કૂદ નીતિ 2022-27નું અનાવરણ કર્યું હતું. ખેલ મહાકુંભ કાર્યક્રમને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ તથા ધારાસભ્યો અને મંત્રીઓ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત હતા. ઉપરાંત ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ તથા અલગ અલગ જિલ્લામાંથી સ્કૂલના વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ આ પ્રસંગે હુંકાર કર્યો હતો કે, ‘ના હિન્દુસ્તાન રુકનેવાલા હૈ, ના થકનેવાલા હૈ’! સ્પોર્ટસમાં ભારતનો સુવર્ણયુગ ઉદય પામી ચુક્યો છે.
‘આ માત્ર રમતનો નહીં પરંતુ ગુજરાતની યુવા શક્તિનો મહાકુંભ છે’
પ્રધાનમમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારી સામે આ યુવા જોશનો સાગર, આ ઉંમગ ઉત્સાહની લહેરો, આ સ્પષ્ટ જણાવે છે કે ગુજરાતનો યુવાન, તમે બધા, આકાશને સ્પર્શવા માટે તૈયાર છો. આ માત્ર રમતનો મહાકુંભ નથી પરંતુ ગુજરાતની યુવા શક્તિનો પણ મહાકુંભ છે. આ બીજને આજે હું આટલા વિશાળ વટવૃક્ષનો આકાર લેતા જોઈ રહ્યો છું. 2010માં પહેલા ખેલ મહાકુંભમાં જ ગુજરાતે 16 રમતોમાં 13 લાખ ખેલાડીઓ સાથે તેનો આરંભ કર્યો હતો. મને ભૂપેન્દ્ર ભાઈએ બતાવ્યું કે 2019ના ખેલ મહાકુંભમાં આ ભાગીદારી 13 લાખથી 40 લાખ યુવાઓ સુધી પહોંચી ગઈ હતી. 36 રમતો અને 26 પેરા રમતોમાં 40 લાખ ખેલાડી, કબ્બડી, ખો-ખો અને ટગ ઓફ વોરથી દરેક રમતમાં આપણા યુવાનો આજે આગળ છે. હવે આ આંકડો 40 લાખને પાર કરીને 55 લાખે પહોંચી રહ્યો છે.
‘દુનિયાનો સૌથી યુવા દેશ રમતના મેદાનમાં એક શક્તિ બનીને ઊભરી રહ્યો છે.’
તેમણે વધુમાં જણાવ્યું કે, એક સમય હતો ત્યારે ભારતની ઓળખ માત્ર એક-બે રમતના કારણે હતી, તેના પરિણામે જે રમતો દેશના ગૌરવ અને ઓળખ સાથે સંકળાયેલા હતા તે ભૂલાઈ ગઈ. આ કારણે સંશાધનો અને પ્રાથમિકતા આપવી જોઈતી હતી કે એક પ્રકારે એટકી ગઈ હતી. જેમ રાજનીતિમાં ભાઈ-ભત્રિજાવાદ ઘુસી ગયો છે, તેમ રમતમાં પણ ખેલાડીઓની પસંદગીમાં પારદર્શિતા મોટું ફેક્ટર હતી. તેમાંથી કાઢીને ભારતના યુવાનો આજે આકાશને આંબી રહ્યા છે. ગોલ્ડ અને સિલ્વરની ચમક દેશના આત્મવિશ્વાસને ચમકાવી રહી છે અને ચમત્કારનો અનુભવ કરાવી રહી છે. દુનિયાનો સૌથી યુવા દેશ રમતના મેદાનમાં એક શક્તિ બનીને ઊભરી રહ્યો છે. ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં આપણા ખેલાડીઓએ આ ફેરફારને સાબિત કર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat ખેલ મહાકુંભનો પ્રારંભ : પ્રધાનમંંત્રીનો હુંકાર, ‘ના હિન્દુસ્તાન રુકનેવાલા હૈ, ના થકનેવાલા...