Face of Nation 25-12-2021: કચ્છના ગુરુદ્વારા લખપત સાહિબમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ કાર્યક્રમમમાં હાજરી આપી હતી. ગુરુનાનકજીની યાદમાં દર વર્ષે આ ગુરુપર્વ મનાવાય છે. જે 23 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ઉજવાય છે. ગુરુ નાનક દેવજી ભારત યાત્રા દરમિયાન લખપતમાં રોકાયા હતા. અહીં ગુરુદ્વારા લખપત સાહેબ ખાતે તેમની ઘણી યાદગાર વસ્તુઓ સાચવીને રખાઈ છે. ગુરુનાનકજીની લાકડાની ચાખડી, પાલકી સચવાઈ છે. ગુરુનાનક દેવજીના હાથથી ગુરુમુખીમાં લખેલ વિચાર સામેલ છે. 2001ના ભૂકંપ દરમિયાન લખપત ગુરુદ્વારામાં ઘણુ નુકસાન થયુ હતું. તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ ગુરુદ્વારનું સમારકામ કરાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીનું આ પગલું શીખ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા બતાવે છે.
તેમણે સંબોધનમાં કહ્યું કે, ગુરુદ્વારા લખપત સાહિબ સમયની દરેક ગતિનું સાક્ષી રહ્યું છે. આજે હું જ્યારે આ પવિત્ર સ્થાન સાથે જોડાયેલો છું, તો મને યાદ આવે છે કે, ભૂતકાળમાં લખપત સાહિબે કેવા ઝંઝાવાતી દિવસો જોયા છે. એક સમયે આ સ્થળ બીજા દેશોમાં જવા માટે, વેપાર માટેનું પ્રમુખ કેન્દ્ર હતું. પ્રાચીન લેખન શૈલીથી અહીંની દિવાલો પર ગુરુવાણી અંકિત કરાઈ છે. આ પ્રોજેક્ટને યુનેસ્કોએ પણ સન્માનિત કર્યુ હતું. 2001 ના ભૂકંપ બાદ મને ગુરુ કૃપાથી આ પવિત્ર સ્થાનને સંરક્ષિત કરવાનો મોકો મળ્યો.
પીએમ મોદીએ કહ્યું કે, ગુરુ નાનક દેવજીનો સંદેશ સમગ્ર દુનિયા સુધી નવી ઉર્જા સાથે પહોંચે, તેના માટે દરેક સ્તરે પ્રયાસ કરાયા છે. દાયકાઓથી જે કરતારપુર સાહિબ કોરિડોરની રાહ જોઈ હતી, 2019 માં અમારી સરકારે તેનુ નિર્માણ કાર્ય પણ પૂરુ કર્યું. થોડા મહિના પહેલા હું અમેરિકા ગયો હતો, ત્યારે અમેરિકાએ ભારતને 150 ઐતિહાસિક વસ્તુઓ પરત આપી હતી. તેમાં એક નાની તલવાર પણ હતી, જેના પર ફારસી ભાષામાં ગુરુ હરગોબિંદજીનું નામ લખ્યુ છે. તેને પરત લાવવાનું સૌભાગ્ય મારી સરકારને પ્રાપ્ત થયું. તાજેતરમાં જ અમે અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપોને ભારતમાં લાવવામાં સફળ રહ્યાં. ગુરુ કૃપાનો આ અનુભવથી મોટું શુ હોઈ શકે.
તેમણે કચ્છના ટુરિઝમ વિશે કહ્યું કે, દુનિયાભરથી લોકો કચ્છ તરફ આકર્ષીત થયા છે. હવે તો ગુજરાતના ટુરિઝમને હેરિટેજમાં પણ સ્થાન મળ્યુ છે. જેને કારણે આપણુ ટુરિઝમ બન્યું છે. આગામી સમયમાં અહી નવા રોડ-રસ્તાઓ બની રહ્યા છે. જેનો લાભ કચ્છના લોકો, ઉદ્યોગો અને મુસાફરોને થશે. રોડની સુવિધાથી કચ્છના તમામ જોવાલાયક સ્થળો સુધી પહોંચી શકાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).