Home Gujarat પાવાગઢ શક્તિપીઠ પર 5 સદી બાદ પહેલીવાર લહેરાઈ ધજા : પ્રધાનમંત્રીએ કર્યું...

પાવાગઢ શક્તિપીઠ પર 5 સદી બાદ પહેલીવાર લહેરાઈ ધજા : પ્રધાનમંત્રીએ કર્યું ધજારોહણ, કહ્યું-‘સદીઓ બદલાય છે, યુગો બદલાય છે, પણ આસ્થાનું શિખર તો શાશ્વત જ રહે છે’, જુઓ Video

https://youtube.com/shorts/ODx0-WmelS4

Face Of Nation 18-06-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાના દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર પ્રધાનમંત્રી મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી. 500 વર્ષ પહેલાં આક્રમણખોરોએ મહાકાળી માતાના મંદિરના શિખરને ખંડિત કર્યું હતું ને ત્યારથી અહીં ધજા નહોતી. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું તેના પર આજે 5 સદી બાદ પહેલીવાર ધજા લહેરાઈ હતી.
જગતજનનીના દર્શન કરીને વિકાસના કાર્યોનું લોકાર્પણ
આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતાના દર્શન કરીને પ્રધાનમંત્રી મોદીએ વિકાસ કામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રીના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. પ્રધાનમંત્રી મોદી પાવાગઢથી વડોદરા આવવા માટે નીકળી ગયા છે.
ગર્ભગૃહને યથાવત્ રાખી સંપૂર્ણ નવું મંદિર
પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે. સાથે જ દુધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે. સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દુધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).