Face Of Nation 23-05-2022 : ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના ટોક્યોમાં પહોંચી ગયા છે. ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને મોદી મોદીના નારા લાગ્યા હતા. ભારતીયએ કહ્યું હતું કે, જેમણે કાશી સજાવ્યું છે, તેઓ ટોક્યો આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી મંગળવાર સાંજ સુધી અહીં રોકાશે. તો બીજીતરફ બાદમાં પ્રધાનમંત્રી મોદી ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF) ઈવેન્ટમાં સામેલ થયા. આ દમિયાન તેમણે કહ્યું હતું કે, ભારત આ ફ્રેમવર્ક માટે તમામ સાથે મળીને કામ કરશે. આપણી વચ્ચે ભરોસો, પારદર્શકતા, સમયનું પાલન હોવું જોઈએ.
જાપાનના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પીએમ ફુમિયો કિશિદાના આમંત્રણ પર જાપાન પહોંચ્યા છે. ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ વર્ષે માર્ચમાં કિશિદા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. ટોક્યોની અમારી મુલાકાત દરમિયાન અમે ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી અંગે ચર્ચા કરીશું.’ તો બીજીતરફ ક્વોડ મીટિંગ સિવાય નરેન્દ્ર મોદી અને યુએસના પ્રમુખ જો બાઇડન ટોક્યોમાં દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત રશિયા-યુક્રેન મુદ્દે પણ ચર્ચા થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home World પ્રધાનમંત્રી મોદી જાપાનના ટોક્યોમાં પહોંચ્યાં; પ્રધાનમંત્રી 40 કલાકમાં 1 રાષ્ટ્રપતિ, 2 પ્રધાનમંત્રી...