Home News પ્રધાનમંત્રીનો આસામ પ્રવાસ; પ્રધાનમંત્રી મોદીએ પ્રોટોકોલ તોડી બાળકોને સાથે મિલાવ્યા હાથ સાથે...

પ્રધાનમંત્રીનો આસામ પ્રવાસ; પ્રધાનમંત્રી મોદીએ પ્રોટોકોલ તોડી બાળકોને સાથે મિલાવ્યા હાથ સાથે 7 કેન્સર હોસ્પિટલનું કર્યું ઉદઘાટન, જુઓ Video

https://youtu.be/-PPZWUvOVKk

Face Of Nation 28-04-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાંતિ, એકતા અને વિકાસ રેલીમાં ભાગ લેવા માટે આસામ પહોંચ્યા છે. તેઓ અહીં કાર્બી આંગલોંગ જિલ્લાના દીફુમાં અમૃત સરોવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. અહીં તેઓ 7 નવી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે સ્ટેજ પર પહોંચતાં પહેલાં પ્રધાનમંત્રીએ સુરક્ષા પ્રોટોકોલને તોડીની ત્યાં હાજર લોકો અને બાળકો સાથે હાથ પણ મિલાવ્યા હતા.
આસામમાં શાંતિ કરારનું પાલન કરાવવામાં આવી રહ્યું
સંબોધન દરમિયાનપ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, આસામમાં સ્થાયી શાંતિ અને ઝડપી વિકાસ માટે કરાર થયો હતો. એને વાસ્તવિક રૂપ આપવાનું કામ થઈ રહ્યું છે. ભાજપની ડબલ એન્જિન સરકાર યુવાઓને નવી તક આપવા કટિબદ્ધ છે. આસામમાં 2600થી વધુ અમૃત સરોવર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તે લોકોની ભાગીદારીથી થઈ રહ્યું છે. 2014 પછી નોર્થ ઈસ્ટમાં મુશ્કેલ કામ થઈ રહ્યાં છે. લોકોનો વિકાસ થઈ રહ્યો છે. આજે કોઈ આસામના જનજાતીય ક્ષેત્રોમાં આવે છે, નોર્થ ઈસ્ટના બીજા રાજ્યોમાં જાય છે, તો સ્થિતિમાં આવેલા પરિવર્તનને જોઈને તેને પણ સારુ લાગે છે. તમે મને સમજ્યો અને દિલથી સમજ્યો. તમારા સપના પુરા કરવા માટે તમે પણ લાગ્યા છો અને અમે પણ લાગ્યા છીએ, સાથે મળીને પુરા કરીશું.
અમે લોકલ સેલ્ફ ગવર્નન્સ પર ભાર આપ્યો
પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યારે હથિયાર નાંખીને જંગમાંથી પરત ફરતા જવાનોને પોતાના પરિવારની સાથે પરત ફરતા જોવું અને જ્યારે તે માતાઓની ખુશીઓનું અનુભવ કરુ છું તો મને આર્શીવાદની અનુભુતિ થાય છે. બોડો અર્કોડ હોય કે પછી કાર્બી આંગલોગનો કરાર, લોકલ સેલ્ફ ગવર્નન્સ પર અમે ખૂબ જ ભાર આપ્યો છે. કેન્દ્ર સરકારનો છેલ્લા 7-8 વર્ષથી સતત એ જ પ્રયત્ન રહ્યો છે કે સ્થાનિક શાસનની સંસ્થાઓને સશક્ત કરવામાં આવે, વધુ પારદર્શકતા રાખવામાં આવે.
નોર્થ ઈસ્ટમાં હિંસાની ઘટનામાં 75 ટકાનો ઘટાડો આવ્યો
આસામમાં જેમ-જેમ શાંતિ પરત ફરી રહી છે, તેમ-તેમ નિયમોને પણ બદલવામાં આવી રહ્યાં છે. આ કારણે જ અમે AFSPA (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ)માં ઘટાડો કર્યો છે. નોર્થ ઈસ્ટમાં હિંસાની ઘટનામાં 75 ટકાનો ઘટાડો આવ્યો છે. લાંબા સમય સુધી AFSPA નોર્થ ઈસ્ટના અનેક રાજ્યોમાં રહ્યો છે. જોકે છેલ્લા 8 વર્ષ દરમિયાન સ્થાઈ શાંતિ અને સારી કાયદો વ્યવસ્થા લાગુ થવાના કારણે અમે AFSPAને નોર્થ ઈસ્ટના ઘણા ક્ષેત્રોમાંથી હટાવી દીધો છે. સબકા સાથ, સબકા વિકાસની ભાવનાની સાથે આજે સીમા સાથે જોડાયેલા મામલાનું સમાધાન શોધવામાં આવી રહ્યું છે. આસામ અને મેઘાલયની વચ્ચે થયેલી સહમતિ બીજા મામલાઓને પણ પ્રોત્સાહિત કરશે. તેનાથી સમગ્ર ક્ષેત્રમાં વિકાસની આકાંક્ષાઓને બળ મળશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).