Face Of Nation 17-06-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી ગયા છે. 17મી જૂનની સાંજે તેઓ દિલ્હીથી ખાસ વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગાંધીનગર રાજભવન રવાના થયા હતા. આજે રાત્રે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે જશે. જ્યારે આવતીકાલે સવારે પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરશે. ત્યારે બાદ વડોદરાથી વિવિધ લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર સ્વાગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ અવસરે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાનને આવકાર્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું સ્વાગત કરાયું
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે વડોદરા સહિત ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ આપવા અને ગુજરાત ગૌરવ અભિયાનની બીજી કડીમાં સહભાગી થવા વડોદરા આવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે શહેરના કેટલાક રસ્તાઓ બંધ હોવાથી વડોદરા શહેર પોલીસે સામાન્ય પ્રજાને તકલીફ ન પડે તે માટે સુચારૂ આયોજન કર્યું છે.
શહેરના 10 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે
કાર્યક્રમ સંદર્ભે અને પ્રધાનમંત્રીના રૂટના કારણે શહેરના 10 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેની સામે 12થી વધારે વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યા છે, જેથી સામાન્ય પ્રજા કોઇ પણ પ્રકાની મુશ્કેલી વગર સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. પ્રવેશબંધીના પોઇન્ટ અને વૈકલ્પિક રૂટ અંગે વડોદરા શહેર પોલીસે જાહેરાત કરી છે. જો કે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સભા સ્થળે જતા લોકો માટે શહેરના તમામ રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે. તેમના માટે કોઇ પ્રવેશબંધી પોઇન્ટ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).