Home Special વડાપ્રધાન મોદીના જન્મદિવસે દેશમાં વેક્સિનેશનનો બનયો રેકોર્ડ, બપોર સુધીમાં આટલા કરોડથી વધારે...

વડાપ્રધાન મોદીના જન્મદિવસે દેશમાં વેક્સિનેશનનો બનયો રેકોર્ડ, બપોર સુધીમાં આટલા કરોડથી વધારે લોકોને અપાઈ રસી

Face Of Nation, 17-09-2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી તરફથી ચલાવામાં આવેલા કોરોના મેગા વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત રસીકરણનો નવો રેકોર્ડ સ્થપાયો છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બરના બપોરે 1.30 વાગ્યા સુધીમાં દેશભરમાં વેક્સિનેશનનો આંકડો 1 કરોડને પાર પહોંચી ચુક્યો છે. ભાજપે પીએમ મોદીના જન્મદિવસના અવસરે પહેલાથી જ આ દિવસને સેવા દિવસ તરીકે મનાવાની જાહેરાત કરી હતી. પાર્ટી તરફથી કહેવાયુ હતું કે, આ દિવસ મેગા વેક્સિનેશનનો ખાસ કાર્યક્રમ દેશભરમાં ચલાવામાં આવશે.દેશભરમાં આ મેગા વેક્સિનેશન માટે ભાજપે 6 લાખથી વધારે વોલિંટિયર્સની ફોઝ તૈયાર કરી છે.

જે લોકો વેક્સિન ડ્રાઈવમાં શામેલ થવામાં મદદ કરે છે. આ વોલિંટિયર્સથી લોકોને વેક્સિનની લાઈનો સુધી પહોંચાડવા અને તેમને સુવિધાયુક્ત રીતે વેક્સિન લગાવામાં મદદ મળી રહી છે. તેને વિશ્વનો સૌથી મોટો વોલિંટિયર્સ કાર્યક્રમમાં ગણાવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભાજપનો લક્ષ્ય 1.5 કરોડ વેક્સિનેશન કરાવાનો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)