Home Uncategorized ભારત પર વધુ એક વાવાઝોડાનો ખતરો, પ્રધાનમંત્રી મોદી આવ્યા એક્શન મોડમાં,...

ભારત પર વધુ એક વાવાઝોડાનો ખતરો, પ્રધાનમંત્રી મોદી આવ્યા એક્શન મોડમાં, પરિસ્થિતિની કરી સમીક્ષા

Face of Nation 02-12-2021ભારતના પૂર્વ વિસ્તારમાં નવું વાવાઝોડું સ્વરૂપ લઈ રહ્યું છે, આગામી કેટલાક કલાકોમાં ઓડિશના તટ પર આ વાવાઝોડું ત્રાટકી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. જોકે આ વાવાઝોડું ચક્રવાતનું સ્વરૂપ લે છે કે નહીં અને કેટલી ઝડપે આવશે તેને લઈને પરિસ્થિતિ સાફ થઈ નથી. ઓડિશાના દરિયા કિનારાના જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. એવામાં પ્રધાનમંત્રી મોદી પણ એક્શન મોડમાં આવ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ આજે દિલ્હી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇલેવલ મીટિંગ બોલાવી હતી જેમા તેમને સમગ્ર પરિસ્થિતિ અંગે બ્રીફ કરવામાં આવ્યા છે. વાવાઝોડાની સાથે સાથે રેસ્ક્યૂની કામગીરી કઈ રીતે થશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે.

ભારતમા કેટલાક રાજ્યોમાં ડિસેમ્બરની શરૂઆતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મુંબઈ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યાં આગામી 48 કલાક કલાકમાં પ્રેશરનાં કારણે 3 ડિસેમ્બરે આ વાવાઝોડાના રૂપમાં ત્રાટકી શકે છે. આ તોફાન ચોથી ડિસેમ્બરે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે ત્યારે તમામ જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતના દરિયા કાંઠે જવાદનો ખતરો, આઠ જેટલા ખલાસીઓ ગુમ, 15 બોટ તણાઇ

ભારતીય મોસમ વિભાગ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઓડિશામાં કેટલાક વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ થઈ શકે છે. જોકે મોસમ વિભાગના કહ્યા અનુસાર આ વાવાઝોડું કેટલું સ્પીડમાં આવશે તેની આગાહી અત્યારથી કરી શકાય નહીં પરંતુ વરસાદ પડશે તેવી પૂરેપૂરી શક્યતા છે. IMD એ ગજાપતિ, ગંજમ, પૂરી અને જગતસિંહપૂરમાં રેડ અલર્ટ આપ્યું છે અને કેન્દ્રપાડા, કટક, ખુરદા, નયાગઢ, કંધમાલ, રાયગઢ અને કોરાપુટમાં વરસાદને લઈને ઓરેન્જ અલર્ટ આપ્યું છે. આ સિવાય ચાર જિલ્લાઓમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

IMD નાં હાલના અનુમાન અનુસાર ચોથી ડિસેમ્બરે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે અને 12 કલાક સુધી વાવાઝોડાની અસર રહી શકે છે. 13 જિલ્લાના કલેક્ટરોને દિવસ રાત વાવાઝોડાના કામમાં લગાવવામાં આવ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)