Face Of Nation:શહેરમાં નિર્માણ પામનારી AIIMSના ખાતમુહૂર્તમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તેવી શક્યતા છે. AIIMSના ખાતમુહૂર્તની સાથે જ રાજકોટની નવી સિવિલ હોસ્પિટલનો લોકાર્પણ કાર્યક્રમ પણ યોજાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પહેલા નિવેદન આપ્યું હતું કે એઇમ્સના ખાતમુહૂર્ત માટે વડાપ્રધાનનો સમય માંગવામાં આવશે. હવે એઇમ્સ માટેની જમીન કેન્દ્રના આરોગ્ય વિભાગને સોંપવામાં આવતા આ મામલે ગતિવિધિ તેજ થઈ છે. એઇમ્સના નિર્માણ માટે હવે આગામી દિવસોમાં ટેન્ડર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયાના છ મહિનામાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે.ગરુવારે કેન્દ્રની ટીમે રાજકોટ નજીક આવેલા ખંઢેરી ગામ ખાતે એઇમ્સની જમીનનું નિરિક્ષણ કર્યું હતું. નિરિક્ષણ બાદ બિનવિવાદીત 198.5 એકર જમીનનો કબજો ટીમે સંભાળ્યો હતો. હજી દોઢ એકર વિવાદિત જમીનનો કબજો લેવામાં આવ્યો નથી. આ જમીનનું સંપાદન બાકી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ખાતે 200 એકર જમીનમાં એઇમ્સનું નિર્માણ કરવામાં આવશે.