Home Uncategorized હિમાચલને 11000 કરોડના પ્રોજેક્ટની સોગાત , મારા જીવનને દિશા આપવામાં મહત્વની ભૂમિકા...

હિમાચલને 11000 કરોડના પ્રોજેક્ટની સોગાત , મારા જીવનને દિશા આપવામાં મહત્વની ભૂમિકા : Pm modi

Face of Nation 27-12-2021:  હિમાચલ પ્રદેશમાં જય રામ ઠાકુરની આગેવાની હેઠળની ભાજપ સરકારની ચોથી વર્ષગાંઠ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંડીમાં રૂ. 28,197 કરોડથી વધુ મૂલ્યના 287 રોકાણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરના જિલ્લા મંડીમાં એક રેલીને સંબોધન કર્યુ હતુ. આ પહેલા મોદીએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની સાથે, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા લગાવેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

પીએમ મોદીએ પહાડી ભાષામાં સંબોધનની શરૂઆત કરી અને લોકોનો આભાર માન્યો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારા જીવનને દિશા આપવામાં હિમાચલની ભૂમિએ મહત્વની ભૂમિકા ભજવી છે. પીએમ મોદીએ કહ્યું કે જયરામ જી અને તેમની મહેનતુ ટીમે હિમાચલના લોકોના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. આ 4 વર્ષમાં 2 વર્ષ સુધી અમે પણ કોરોના સામે જોરદાર લડત આપી છે અને વિકાસના કામો અટકવા દીધા નથી.

પીએમએ વધુમાં કહ્યું કે ડબલ એન્જિનની સરકારે 4 વર્ષ પૂરા કર્યા છે. અહી એકઠી થયેલી ભીડ કહી રહી છે કે તમે 4 વર્ષમાં હિમાચલને ઝડપી ગતિએ આગળ વધતું જોયું છે. અમે 4 વર્ષમાં કોરોના સામે જોરદાર લડત આપી છે, હિમાલાચને પહેલી AIIMS મળી, 4 નવી મેડિકલ કોલેજોને મંજૂરી મળી.

પીએમ મોદીએ કહ્યું કે પ્લાસ્ટિકથી પહાડોને થતા નુકસાન અંગે સરકાર સતર્ક છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે દેશવ્યાપી અભિયાનની સાથે સરકાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર પણ કામ કરી રહી છે. વડાપ્રધાને કહ્યું કે અમારી સરકારે 3 જાન્યુઆરી, 2022 થી 15-18 વર્ષના કિશોર માટે કોરોના રસીકરણ અને 10 જાન્યુઆરીથી આરોગ્ય કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ‘સાવચેતીના ડોઝ’ (બુસ્ટર ડોઝ)  જાહેરાત કરી છે. મને ખાતરી છે કે હિમાચલ પ્રદેશ રસીકરણ ક્ષેત્રે 100 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં અગ્રેસર રહેશે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર સવારે સાડા અગિયાર વાગ્યે કંગનીધર હેલિપેડ પર લેન્ડ થયું હતું. પીએમ મોદીના આગમનની સાથે જ નાની કાશી સંગીતના સાધનોથી ગુંજી ઉઠ્યું હતું. જ્યાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંડી પહોંચ્યા બાદ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જનતાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીએ હિમાચલ રાજ્યને માંગ્યા વગર ઘણું આપ્યું છે. તેમણે હિમાચલને મેડિકલ કોલેજમાંથી IIM અને કેન્દ્રીય વિદ્યાલય આપવા બદલ પીએમનો આભાર માન્યો.

ઠાકુરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરાવ્યું, કેદારનાથ ધામનું જીર્ણોદ્ધાર કરાવ્યું, સોમનાથને ભવ્ય દેખાવ આપ્યો. રામલલાના જન્મસ્થળ પર ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. અનુરાગ ઠાકુરે કહ્યું કે પહેલા લોકોને સારવાર માટે PGI ચંદીગઢ અને દિલ્હીની AIIMSમાં જવું પડતું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે અહીં AIIMS હોસ્પિટલ, 550 કરોડ રૂપિયાની PGI, 4 મેડિકલ કોલેજ અને ઘણી હોસ્પિટલ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).