Face Of Nation 22-05-2022 : પ્રધાનમંત્રી મોદી આજે રાત્રે જાપાન જવા રવાના થશે. તા.23મી અને 24મી મેના રોજ ટોક્યોમાં ક્વાડ સમિટમાં ભાગ લેવા જાપાનની મુલાકાત લેશે. ક્વાડ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું ગઠબંધન છે. ક્વાડ સમિટમાં હાજરી આપવા ઉપરાંત પ્રધાનમંત્રી મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. પ્રધાનમંત્રી મોદી જાપાનના વેપારી સમુદાય અને વિદેશી ભારતીયો સાથે પણ જોડાશે. તો બીજીતરફ આ દરમિયાન 40 કલાકમાં 23 બેઠકો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના ત્રણ મોટા નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું
રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે આ પ્રવાસ મહત્વપૂર્ણ છે
પ્રધાનમંત્રી મોદી એક રાત ટોક્યોમાં વિતાવશે અને બે રાત પ્લેનમાં મુસાફરી કરશે. યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે આ સમિટ દરમિયાન મોદી બાઈડન અને જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.
જાપાનના પ્રધાનમંત્રી આમંત્રણ આપ્યું હતું
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ‘જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે 24મી મે 2022ના રોજ ટોક્યોમાં 3જી ક્વાડ સમિટમાં હાજરી આપશે. તો બીજીતરફ જો બાઈડન સાથે મોદીની દ્વિપક્ષીય બેઠક પર વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે ભારત-અમેરિકાના સંબંધો મજબુત છે. તેમણે કહ્યું, “વ્યાપાર, સંરક્ષણ, સુરક્ષા, આબોહવા અને શિક્ષણથી લઈને ઉર્જા સુધીના વિવિધ ક્ષેત્રોમાં અમારો લાંબા સમયથી ચાલતો સહકાર આગળ વધી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).