Home Uncategorized મન કી બાત : કોરોનાએ ભારતમાં એક નવા બદલાવની શરૂઆત કરી છે,...

મન કી બાત : કોરોનાએ ભારતમાં એક નવા બદલાવની શરૂઆત કરી છે, સાંભળો શું કહ્યું મોદીએ

ફેસ ઓફ નેશન, 26-04-2020 : કોરોનાને લઈને સમગ્ર દેશ લોકડાઉન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત થકી દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તમે સૌ આજે લોકડાઉનમાં આ મન કી બાત સાંભળી રહ્યા છો. ભારતમાં કોરોના સામેની લડાઈ પ્રજા લડી રહી છે. આજે દેશનો દરેક નાગરિક આ લડાઈનો સિપાહી છે. ભવિષ્યમાં ભારતની આ લડાઈની ચર્ચા થશે. સમગ્ર દેશમાં લોકો એકબીજાની મદદ માટે આગળ આવ્યા છે. આજે સમગ્ર દેશ એક લક્ષય એક દિશામાં સાથે સાથે ચાલી રહ્યો છે.
ભારતમાં એક નવા બદલાવની શરૂઆત થઇ છે. દેશ જયારે એક ટીમ બનીને કામ કરે છે ત્યારે શું નથી થઇ શકતું તે આજે આપણે સૌ અનુભવી રહ્યા છીએ. દેશની રાજ્ય સરકારો સક્રિય કામગીરી કરી રહી છે. પહેલા પોલીસ માટે વિચારો આવે તો નકરાત્મક વિચારો આવતા હતા જયારે આજે પોલીસ જરૂરિયાતમંદ લોકોને ભોજન અને દવાઓ પુરી પાડી રહી છે. જેને લઈને લોકો પોલીસ સાથે ભાવાત્મક રીતે જોડાઈ રહ્યા છે. આવી ઘટનાઓથી આવનારા દિવસોમાં સકારાત્મક બદલાવ આવી શકે છે.
ભારતે તેના સંસ્કારો અનુરૂપ કેટલાક નિર્ણયો લીધા છે. ભારતે તેની આવશ્યકતા માટેના પ્રયાસો વધાર્યા પરંતુ દુનિયામાં જરૂરિયાતમંદ સુધી દવાઓ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. દુનિયાભરના લોકો ભારતના આયુર્વેદને પણ વિશિષ્ટ ભાવથી જોઈ રહ્યા છે. માસ્કની આદત ક્યારેય નહોતી પરંતુ આજે તેની આદત બની ગઈ છે. એક જમાનો હતો કે, આપણા દેશમાં કોઈ નાગરિક ફળ ખરીદતો હોય તો તેને પૂછવામાં આવતું હતું કે, કોઈ બીમાર છે ? જો કે સમય બદલ્યો તેમ આ ધારણા પણ બદલાઈ ગઈ. માસ્ક માટે પણ આવું જ થશે. માસ્ક અંગે લોકોની ધારણા બદલાઈ જશે. હવે થુંકવાની આદત છોડી દેવી જોઈએ.
મોદીએ જણાવ્યું હતું કે, હું આપને આગ્રહ કરીશ કે આપણે ક્યારેય આત્મવિશ્વાસમાં ન ફસાઈ જઈએ. દુનિયાનો અનુભવ આપણને ઘણું બધું કહી જાય છે. દો ગજ દુરી, ખુબ જ છે જરૂરી. (ફેસ ઓફ નેશનના પેજને faceofnation.news ફેસબુકમાં લાઈક અને ફોલો કરવા દરેકને વિનંતી. સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

અમદાવાદના આ વિસ્તારોમાં રવિવારથી કોઈ પણ દુકાનો નહીં ખોલી શકાય : વિજય નેહરા

સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ