Home Uncategorized આજે PM મોદીએ બોલાવી મહત્વની બેઠક, રાજ્યોના મુખ્યમંત્રી સાથે આ મુદ્દે કરશે...

આજે PM મોદીએ બોલાવી મહત્વની બેઠક, રાજ્યોના મુખ્યમંત્રી સાથે આ મુદ્દે કરશે ચર્ચા

Face of Nation 13-01-2022:  દેશમાં કોરોનાની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી આજે સાંજે 4.30 વાગ્યે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મોટી બેઠક કરશે આ બેઠકમાં તમામ રાજ્યોની કોરોના સ્થિતિ અંગે મહત્વની ચર્ચા થશે.

મહામારીમાં પીએમ મોદીની આ મોટી બેઠક મનાઈ રહી છે કારણ કે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમાં સામેલ થશે અને પીએમને રિપોર્ટ કરશે. દેશમાં કોરોનાનાં કેસ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે પીએમ પણ તેમની પાસેથી રાજ્યોના હાલચાલ જાણશે તથા જરુરી સૂચનો આપશે.

પ્રધાનમંત્રી મોદી ગુરુવારે સાંજના 4.30 કલાકે કોરોનાની સ્થિતિને લઈને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ પહેલા કોરોના મહામારીની ત્રીજી લહેરની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ સ્વાસ્થ્ય મંત્રાલયના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરીને દેશમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિની ચર્ચા કરી હતી. સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયા, કેબિનેટ સચિવ રાજીવ ગાબા, ગૃહસચિવ અજય ભલ્લા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણ, ICMRના ડીજી સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યાં હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).