Home Sports ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગુજ્જુ ભાવિના પટેલ ફાઈનલમાં હારી પણ સિલ્વર મેડલ જીતી ઈતિહાસ...

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગુજ્જુ ભાવિના પટેલ ફાઈનલમાં હારી પણ સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો..

Face Of Nation, 29-08-2021: ગુજરાતની ભાવિના પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. પોતાના પ્રથમ પેરાલિમ્પિકમાં ભાવિના પટેલ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી છે. તે ભારત તરફથી ટેબલ ટેનિસમાં પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની ગઈ છે. ભાવિના પાસે ગોલ્ડ જીતવાનો મોકો હતો પરંતુ ફાઈનલમાં ચીનની યિંગે તેને હાર આપી હતી.

19 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ભાવિના પટેલ વર્લ્ડ નંબર વન યિંગને ટક્કર આપી શકી નહોતી. પિંગે પ્રથમ ગેમથી જ ભાવિના પર દબાણ બનાવ્યું હતું. યિંગે પ્રથમ ગેમ 11-7થી પોતાના નામે કરી હતી. બીજી ગેમમાં તેનું પ્રદર્શન વધારે શાનદાર રહ્યું અને 11-5થી જીતી હતી. ત્રીજી ગેમમાં ભાવિનાએ વાપસીની કોશિશ કરી પરંતુ સફળ રહી નહોતી. તેણે ત્રીજી ગેમ 11-6થી જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

ભાવિનાએ સિલ્વર મેડલ જીત્યા બાદ તેના વતન મહેસાણામાં જશ્ન મનાવાયો હતો. ભાવિનાના પિતા હસમુખભાઈ પટેલે તેણે અમારું ગૌરવ વઘાર્યું છે. જ્યારે તે પરત ફરશે ત્યારે શાનદાર સ્વાગત કરીશું. આ ઉપરાંત તેના પડોશીએ મીઠાઈ વહેંચી હતી અને આતશબાજી પણ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)