Face Of Nation, 18-11-2021: પીએમ નરેન્દ્ર મોદી આજે ‘ધ સિડની ડાયલોગ’ માં ભારતના ‘પ્રોદ્યોગિકી વિકાસ અન ક્રાંતિના વિષય પર ક્રાર્યક્રમને સંબોધન કર્યુ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ડિજિટલ ક્રાંતિના મુળ લોકતંત્રમાં નિહિત છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ડિજિટલ ટેક્નોલોજીથી લોકોની જિંદગી બદલાઈ રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકો માટે મોટી સન્માનની વાત છે કે તમે મને સિડની ડાયલોગના સંબોધન માટે આમંત્રિત કર્યો. હું આને હિંદુ પ્રશાંત વિસ્તાર અને ઉભરતી ડિજિટલ દુનિયામાં ભારતના કેન્દ્રીય ભૂમિકાની માન્યતાના રુપમાં જોવું છુ. ડિજિટલ યુગ આપણી ચારેય બાજુ બધુ બદલાઈ રહ્યું છે. આને રાજનીતિ, અર્થવ્યવસ્થા અને સમાજને ફરીથી પરિભાષિત કર્યુ છે. આ સંપ્રભૂતા, શાસન, નૈતિકતા, કાયદો, અધિકારો અને સુરક્ષા પર નવા સવાલ ઉભા થઈ રહ્યા છે. આતંરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા, શક્તિ અને નેતૃત્વને નવો આકાર આપી રહ્યા છે.
Technology has become a major instrument of global competition & key to shaping future international order. Technology & data are becoming new weapons. The biggest strength of democracy is openness, at the same time we shouldn't allow vested interests to misuse this openness: PM pic.twitter.com/jjOpXIto6L
— ANI (@ANI) November 18, 2021
પીએમ મોદીએ કહ્યું કે પ્રોદ્યોગિકી વૈશ્વિક સ્પર્ધાનું પ્રમુખ સાધન બની ગઈ છે. આ ભવિષ્યની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવાની કુંજી છે. પ્રોદ્યોગિકી અને ડેટા નવા હથિયાર બની રહ્યા છે. લોકતંત્રની સૌથી મોટી શક્તિ ખુલ્લા પણું છે. આપણે વેસ્ટર્ન ઈન્ટરેસ્ટને સ્વાર્થોને આનો દુરુપયોગ નહીં કરવા દેવો જોઈએ.
આની પહેલા ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કહ્યું કે ઓસ્ટ્રેલિયા- ભારતની વચ્ચે ઉંડી મિત્રતા છે. સમયની સાથે અમારા સંબંધો વધારે આગળ વધ્યા. આપણે અંતરિક્ષ વિજ્ઞાન, ડિજિટલ પ્રૌદ્યોગિકી સહિત અનેક વિસ્તારોમાં બહું પ્રગતિ કરી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયા માટે સન્માનની વાત છે કે પીએમ મોદી સિડની ડાયલોગને સંબોધિત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કેસિડની સંવાદ 17થી 19 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આ ઓસ્ટ્રેલિયાની સામરિક નીતિ સંસ્થાનની એક પહેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)