Face Of Nation 12-03-2022 : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી દેશભરમાં રક્ષાના ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી બનાવવા માગે છે, રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડાનું નથી આ વિસ્તૃત ક્ષેત્ર છે. તેમાં વેલ ટ્રેઇન્ડ મેનપાવર સમયની માગ છે. આખા વિશ્વમાં માત્ર ગાંધીનગર એકમાત્રમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આવેલી છે.
દિવ્યાંગ ભાઇ-બહેન ટ્રેનિંગ મેળવે તો રક્ષા ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, આજના સમયામાં ક્રાઇમ ડિટેક્શન માટે ટેક્નોલોજી મદદરૂપ થઇ રહી છે. તેવા સંજોગોમાં યોગ્ય લોકો પાસે યોગ્ય હથિયાર અને ટ્રેનિંગની જરૂર છે. તમે કેટલાક કેસ સ્ટડી પણ ભણતા હશો. જેમાં ટેક્નોલોજીની મદદથી કેસ ઉકેલાયા છે. માત્ર પરેડ એ રક્ષાક્ષેત્રનું કામ નથી. તેટલું નહીં દિવ્યાંગ ભાઇ-બહેન રક્ષાશક્તિ ટ્રેનિંગ મેળવે તો રક્ષા ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે તેમ છે. આખા વિશ્વમાં ફોરેન્સિક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાંય નથી અને છે તો તે માત્ર ભારતમાં અને એ પણ ગાંધીનગરમાં છે. નેશનલ લો યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ યુનિવર્સિટી આ ત્રણેય યુનિવર્સિટી સાયલોમાં-એક સુત્રતાથી કામ કરે તો ધાર્યું પરિણામ મળી શકે છે. ગુનેગારોનું માનસિક અધ્યયન થવું જોઇએ કે જે જેલનો પણ માહોલ બદલવામાં કામ કરી શકે અને ગુનેગાર જેલમાંથી પણ સારો માણસ બનીને બહાર નીકળે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).