Face Of Nation, 08-08-2021: પીએમ મોદી હંમેશાથી સ્પોર્ટસ ક્ષેત્રે પ્રોત્સાહન આપતા રહે છે. તાજેતરમાં પણ તેમણે ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરનારા પ્લેયર્સ સાથે તેમણે ટેલિફોન પર વાત કરીને તેમનો જુસ્સો વધાર્યો હતો. તેમના આ બાબતની ચર્ચા ચારેકોર છે. પરંતુ આ વચ્ચે પીએમ મોદીનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયનો છે.
પીએમ મોદી (PM Modi) નો 2013 ના વર્ષનો એક વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે. આ વીડિયો (viral video) 14 જુલાઈ, 2013 નો છે. આ સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ દિવસે તેમણે પૂણેની ફર્ગ્યુસન કોલેજમાં ભાષણ આપ્યું હતું. આ ભાષણમા તેમણે ઓલિમ્પિક વિશે વાત કરી હતી. તેમજ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને મળતા ઓછા મેડલ પર સવાલ કર્યા હતા.
તેમણે ઓલિમ્પિકમા મેડલ વિશે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, શું 120 કરોડના દેશમાં ઓલિમ્પિકના મેડલ ન મળી શકે. આ કામ માત્ર સેનાના જવાનોને આપવું જોઈએ. સેનાના જવાનો વચ્ચે મેપિંગ કરવું જોઈએ. જેમને રમતગમતમાં રસ છે, તેમને અલગ જગ્યાએ રાખવા જોઈએ. જો તેમને ટ્રેનિંગ આપવામાં આવે તો સેનાના આ જવાન 5-7-10 મેડલ લાવી શકે છે. વિચારવું જોઈએ વિચારવું. અને પછી માથા પર હાથ રાખીને બેસી રહેવું. કશું થતું નથી. પછી એક કે બેને નસીબથી મળ્યું, તો તેને જ છાતી કાઢીને ફરતા રહેવું.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત પ્લેયર્સને પ્રોત્સાહિત કરતા હોય છે. તેઓ સતત પ્લેયર્સ સાથે ચર્ચા કરતા રહે છે. તેમની સાથે ફોન પર વાત કરતા રહે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)