Face of Nation 07-12-2021: સંસદના શિયાળુ સત્ર વચ્ચે ભાજપની સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, સહિત મોટી સંખ્યામાં ભાજપના સાંસદો સામેલ થયા. સંસદમાં સરકાર વિરુદ્ધ વિપક્ષની રણનીતિ જોતા ભાજપ સંસદીય દળની બેઠકની ભૂમિકા મહત્વની ગણાઈ રહી છે. પીએમ મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં સાંસદોને અનેક સૂચનો આપ્યા અને કહ્યું કે આ માટે વારંવાર કહેવાની જરૂર નથી.
પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં ગેરહાજર રહેતા સાંસદોને કડક સૂચના આપી છે. તેમણે કહ્યું કે તમામ સાંસદો સમગ્ર સમય દરમિયાન સંસદમાં હાજર રહે અને આ વાત વાંરવાર કહેવી યોગ્ય નથી. બધાની જવાબદારી છે કે તેઓ સદનમાં રહે. પીએમ મોદીએ કહ્યું કે 13 ડિસેમ્બરે કાશી જઈ રહ્યો છું. સંસદનું સત્ર ચાલુ છે એટલે બધા સાંસદોને ત્યાં આવવાનું કહેવામાં આવ્યું નથી. સાંસદોએ સંસદમાં રહેવું જોઈએ.
પ્રધાનમંત્રીએ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે તમે બધા તમારા વિસ્તારોમાં રહીને લોકો માટે કાશી કાર્યક્રમને વધુ સારી રીતે જોવાની વ્યવસ્થા કરો. પીએમ મોદીએ સાંસદોને પોત પોતાના વિસ્તારોમાં ચાલતા ખેલ અભિયાનને ફક્ત એક મહિનામાં જ ખતમ ન કરી લેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે દર મહિને અલગ અલગ ખેલનું આયોજન થવું જોઈએ.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)