Face of Nation 04-01-2022: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ હાલ વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી છે. ત્યારે એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે માર્ચ મહિનાથી પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતનો પ્રવાસ કરશે.
આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદીના ગુજરાતમાં 12 જેટલા પ્રવાસ થશે. જેમાં મહિલા મોરચા, યુવા મોરચાના મહાસમમેલન થશે. પીએમ ગુજરાતની ધરતી પરથી ફરી એકવાર મહિલાઓ અને યુવાનોને આહ્વાન કરશે.
વિધાનસભાની ચૂંટણીની તૈયારી ગુજરાત ભાજપે અત્યારથી જ આદરી દીધી છે ત્યારે પહેલાથી ભાજપે આયોજનના સોગઠાં ગોઠવી દેવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ ખુદ જઈ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા સ્તરે પહોંચીને લોકોને મળી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે આગામી 2022માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે અત્યારથી જ ભાજપ દ્વારા રણનીતિપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યકર્તાઓની સાથે પાર્ટીના અગ્રણીઓને પણ એક જૂથમાં રાખવા અને તેમના સમસ્યાઓ અને પ્રશ્નોને સાંભળવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહામંત્રી અને મોટા નેતાઓ જિલ્લામાં 24 કલાક રોકાણ કરશે. જે તે જિલ્લામાં સામાન્ય લોકો, પાર્ટીના કાર્યકર્તાઓ, સંઘના આગેવાનો, ઉદ્યોગપતિઓ સાથે ચર્ચાઑ કરવામાં આવશે. સાથે જ કાર્યકરની તકલીફો પર વિશેષ ધ્યાન આપી તેણે અલગથી સાંભળવામા આવશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).