Face of Nation 12-12-2021: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે મોડી રાત્રે હેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બિટકોઈનને લઈને બે ટ્વિટ કરવામાં આવી હતી. જોકે હવે તેમનું અકાઉન્ટ સુરક્ષિત છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સમય સમય પર, તે સામાજિક મુદ્દાઓ પર ટ્વિટર પર પોતાની વાત રાખે છે. પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેકર્સની પહોંચથી દૂર નથી. હેકર્સે શનિવારે મોડી રાત્રે પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટમાં પ્રવેશ કર્યો હતો.
વાસ્તવમાં, હેકર્સે પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટને નિશાન બનાવ્યું હતું અને કેટલીક ટ્વિટ્સ હેક કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, બિટકોઈનને કાનૂની માન્યતા આપવામાં આવે. વડા પ્રધાન મોદીનું ટ્વિટર એકાઉન્ટ 12 ડિસેમ્બરે સવારે 2 વાગ્યે હેક થયું હતું.
"The Twitter handle of PM Narendra Modi was very briefly compromised. The matter was escalated to Twitter and the account has been immediately secured. In the brief period that the account was compromised, any Tweet shared must be ignored," tweets PMO pic.twitter.com/t4jEIvo0UW
— ANI (@ANI) December 11, 2021
જો કે, હેક થયા બાદ કરવામાં આવેલ પ્રથમ ટ્વિટ થોડીવાર પછી ડિલીટ કરવામાં આવી હતી અને ફરી એકવાર તે જ ટ્વિટ રીપીટ કરાઇ હતી સાથે જ આ ટ્વીટ પણ હટાવી દેવામાં આવી હતી. પીએમઓ દ્વારા સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી છે કે, પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.
PM મોદીના ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી છે. આ બાબતની જાણ ટ્વિટરને કરાતા, એકાઉન્ટ તરત જ સુરક્ષિત કરવામાં આવ્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)