Face Of Nation : કોરોના વાઇરસને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજા જોગ સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે, 22 માર્ચે જે જનતા કર્ફ્યુનો સંકલ્પ લીધો હતો તેની સિદ્ધિ માટે તમામ ભારતવાસીઓએ જવાબદારી પૂર્વક તેમનું યોગદાન આપ્યું હતું. તમામ લોકો આ ઘડીએ એક સાથે ઉભા હતા અને જનતા કર્ફ્યુનો દરેક ભારતવાસીઓએ સફળ બનાવ્યો. જયારે દેશ અને માનવતા ઉપર સંકટ આવે છે ત્યારે કેવી રીતે આપણે સૌ ભારતીયો એક થઈને મુકાબલો કરીએ છીએ તે સૌ ભારતીયોએ બતાવી દીધું. કોરોના વૈશ્વિક મહામારી અંગે સૌ લોકો જોઈ રહ્યા છે કે દુનિયાના સમર્થ દેશોને પણ કેવી રીતે આ મહામારીએ નર્વશ કરી દીધા છે. આ દેશો પ્રયાસ નથી કરી રહ્યા તેવું નથી પરંતુ કોરોના વાઇરસ એટલી તેજીથી ફેલાઈ રહ્યો છે કે તમામ તૈયારી છતાં આ દેશોમાં ચુનોતી વધતી જઈ રહી છે. કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ સિવાય કોઈ રસ્તો નથી. કોરોનાને ફેલાતો અટકાવવા તેના સંક્રમણની સાઈકલને તોડવી પડશે. સોશિયલ ડિસ્ટન્સ તમામ લોકો માટે છે પરંતુ કેટલાક લોકોની બેદરકારી અને ખોટા વિચારો તમારા પરિવારોને અને દેશને ખુબ જ મોટી મુશ્કેલીમાં મૂકી દેશે. જો આવી બેદરકારી ચાલશે તો ભારતને તેની મોટી કિંમત ચૂકવવી પડશે। છેલ્લા બે દિવસથી દેશના મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ પ્રયાસોને ગંભીરતાથી લેવા જોઈએ. આજ રાતથી સમગ્ર દેશમાં 21 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહ્યું છે. ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે. વડાપ્રધાને કોઈને પણ ઘર બહાર ન નીકળવા અપીલ કરી છે. વધુમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, કોરોના વાઇરસ સંક્રમિત વ્યક્તિ જાણતા અજાણતા અનેક લોકોને તેના સંપર્કમાં લઈ લે છે. કોરોનાના સંક્રમિત એક વ્યક્તિ એક જ અઠવાડિયામાં અનેક લોકો સુધી પહોંચી શકે છે. કોરોના વાયરસ ખુબ જ ઝડપથી ફેલાય છે અને તેના ફેલાવા બાદ તેને અટકાવવો મુશ્કેલ બની જાય છે અને એટલે જ વિશ્વના અનેક દેશોમાં જયારે કોરોનાનો ફેલાવો શરૂ થયો ત્યારે પરિસ્થિતિ ખુબ જ ખરાબ થઇ ગઈ. આખી દુનિયામાં વ્યવસ્થાઓ ખુબ સારી છે છતાં એવા દેશો કોરોનાને અટકાવી નથી શક્યા. કોરોનાને અટકાવવા માટે વિશ્વના અનેક દેશોના નાગરિકો ઘરમાંથી બહાર નથી નીકળ્યા અને સરકારી નિયમોનું પાલન કર્યું છે. આપણે પણ એમ માનીને ચાલવાનું છે કે, આપણી સામે માત્ર એક જ માર્ગ છે. આપણે ઘરથી બહાર નથી નીકળવાનું. ગમે તે પરિસ્થિતિ થાય પરંતુ ઘરમાં જ રહેવાનું છે અને ત્યારે જ આપણે કોરોનાથી બચી શકીશું અને તેને ફેલાતો અટકાવી શકીશું.જાન છે તો જહાં છે એ સૌએ યાદ રાખવાનું છે. જ્યાં સુધી લોકડાઉનની સ્થિતિ છે ત્યાં સુધી સૌને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે, ઘરોમાં રહીને એ લોકો માટે પ્રાર્થના કરો કે જે તેમનું કર્તવ્ય નિભાવવા માટે તેમનું કાર્ય કરે છે. ડોક્ટર, નર્સ અને પેરા મેડિકલ ફોર્સ માટે વિચારીએ કે જે દિવસ રાત એક કરીને હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે. આપના સુધી માહિતી પહોંચાડતા મીડિયા કર્મી વિષે વિચારો, પોલીસ કર્મચારીઓ વિષે વિચારો કે જેઓ તેમની ફરજ નિભાવી રહ્યા છે.કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહો. રાજ્ય સરકાર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરો.
ગુજરાતમાં આજદિન સુધી 35 કેસ પોઝિટિવ નોંધાયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે ત્યારે ભારતમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા 536 નોંધાઈ છે. જ્યારે 10 લોકોના મોત થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 107 કેસની પુષ્ટી થઈ ચુકી છે. બીજા નંબરે કેરળ છે. સાથે જ મંગળવારે મણિપુરમાં કોરોના વાઇરસનો પહેલો કેસ સામે આવ્યો છે. 23 વર્ષીય સંક્રમિત યુવતી તાજેતરમાં જ બ્રિટનથી પાછી આવી હતી. સંક્રમણને ફેલાવાથી રોકવા માટે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પુરી રીતે લોકડાઉનની જાહેરાત કરી છે. આ સાથે જ ચૂંટણી પંચે 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની 55 બેઠકો માટેની ચૂંટણી રદ કરી દીધી છે.
સરકારે મંગળવારે આમ આદમીને મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે હાલની સ્થિતિ પર ચર્ચા બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે સંકટનો સામનો કરી રહેલા ઉદ્યોગો માટે રાહત પેકેજની જાહેરાત ઝડપથી કરવામાં આવશે. આમ આદમી માટે રાહતના સમાચાર આપતા નાણાં મંત્રીએ જણાવ્યું કે અગામી ત્રણ મહિના સુધી કોઈ પણ ATMમાંથી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ આપવો પડશે નહિ. આ સિવાય બેન્કોના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની શરતમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. સીતારમણે કહ્યું કે ITR ફાઈલ કરવા અને પાન-આધાર લીન્ક કરવાની તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.
Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે
કોરોના : ભારત કરતા પાકિસ્તાનમાં વધુ કેસો, જુઓ ભારતના પડોશી દેશોનો આંકડો