ફેસ ઓફ નેશન, 14-04-2020 : આજે લોકડાઉનને 21 દિવસ પુરા થયા છે. કોરોનાની મહામારી સંદર્ભે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને સંબોધન કર્યું છે. જેમાં મોદીએ જણાવ્યું હતું કે, કોરોના વિરુદ્ધ ભારતની લડાઈ મજબૂતાઈથી આગળ વધી રહી છે. તમામ દેશવાસીઓનાં ત્યાગને કારણે ભારત કોરોનાથી થતા નુકસાનને નાથવા ઘણું સફળ રહ્યું છે. લોકોને ખુબ જ તકલીફ પડી છે. ખાવાની, આવવા જવાની અનેક તકલીફો લોકોને પડી છે. પરંતુ તમામ લોકો દેશ માટે કર્તવ્યનું પાલન કરી રહ્યા છે. તમામને હું આદરપૂર્વક નમન કરું છું. ભારતમાં લોકડાઉન 3 મેં સુધી વધારવામાં આવશે. આ લોકડાઉનનો કડક પણે રાજ્ય સરકાર દ્વારા પાલન કરાવવામાં આવશે.
બાબાસાહેબ ભીમ રાવ આંબેડકરની જન્મ જયંતી ઉપર સામુહિક શક્તિનો સંકલ્પ એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. દેશના જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ તહેવારોનો સમય છે. ભારત ઉત્સવો વચ્ચે જીવંત રહ્યું છે. લોકડાઉનના આ બંધનો વચ્ચે દેશના તમામ લોકો જે રીતે નિયમોનું પાલન કરી રહ્યા છે. જેટલા સંયમથી તહેવારો સાદગી પૂર્વક ઉજવી રહ્યા છે તે ખુબ જ પ્રશંશનીય છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોનાની જે મહામારી છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. અન્ય દેશોની સરખામણીએ ભારતે કેવા પ્રયાસો કર્યા છે તેની સૌને ખબર છે. તેના માટે સૌ કોઈ સહભાગી અને સાક્ષી રહ્યા છે. ભારતમાં કોરોનાના ફક્ત 550 કેસ હતા ત્યારે ભારતે 21 દિવસનું લોકડાઉન જાહેર કરી દીધું હતું. સમસ્યા દેખાઈ તેવી તુરંત જ તેને રોકવાના અર્થાગ પ્રયાસો કર્યા છે. આ એક એવું સંકટ છે કે જેની કોઈ પણ દેશ સાથે સરખામણી કરવી યોગ્ય નથી. પરંતુ કેટલીક સચ્ચાઈને આપણે નકારી શકીએ તેમ નથી. દુનિયાના સમર્થ દેશોના આંકડા જોઈએ તો તેની સરખામણીએ આજે ભારત સારી સ્થિતિમાં છે. મહિના અગાઉ ઘણા દેશ કોરોનાના મામલે ભારતની બરાબરીમાં ઉભા હતા જેની સરખામણીમાં આજે ત્યાં 25 થી 30 ગણા વધ્યા છે. હજારો લોકોના મૃત્યુ થયા છે.
જો ભારતે સમયસર આવા નિર્ણયો ન લીધા હોત તો તેની કલ્પના કરતા આજે રુવાડા ઉભા થઇ જાય છે. આપણે જે રસ્તો અપનાવ્યો છે તે આપણા માટે સાચો રસ્તો છે. સોશિયલ ડિસ્ટન્સી મામલે મોટો એક રસ્તો દેશને મળ્યો છે. આ આર્થિક દ્રષ્ટિએ ખુબ જ મોંઘો છે. પરંતુ ભારતવાસીઓની જિંદગી આગળ તેની કોઈ તુલના નથી. દેશની રાજ્ય સરકારોએ પણ ખુબ જ જવાબદારી પૂર્વક કામ કર્યું છે.
આ તમામ પ્રયાસો વચ્ચે કોરોના જે રીતે ફેલાઈ રહ્યો છે તે જોતા તમામ સરકારોને સતર્ક કરી દીધા છે. ભારતમાં પણ કોરોના વિરુદ્ધ લડાઈ હવે આગળ કેવી રીતે વધારવી અને આપણે કેવી રીતે જીતી શકીએ, કેવી રીતે નુકસાન ઓછું થાય તે બાબતોને લઈને રાજ્યો સાથે સતત ચર્ચા કરી છે. આ તમામ ચર્ચામાં રાજ્યો તરફથી લોકડાઉન વધારવાની માંગ ઉઠી છે.
20 તારીખથી રાજ્યોને અનુકૂળ હશે તેમ પરિસ્થિતિ મુજબ છૂટછાટ આપવામાં આવશે. કાલે સરકાર દ્વારા એક વિસ્તૃત ગાઈડલાઈન જારી કરવામાં આવશે. કેટલીક છૂટછાટ ગરીબ લોકોને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે. જે રાજ્યોમાં હોટસ્પોટ ઓછા હશે ત્યાં છૂટ આપવામાં આવશે.
નરેન્દ્ર મોદીએ જનતાનો 7 બાબતે સાથ માંગ્યો છે. 1.આપણા ઘરના વૃદ્ધોનું ધ્યાન રાખીએ, 2. લોકડાઉન અને સોશિયલ ડીસ્ટન્સનો પાલન કરીએ, ઘરમાં બનેલા માસ્કનો ઉપયોગ કરીએ, 3. આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરીએ, 4. કોરોનાના ફેલાવાને રોકવા આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરવામાં આવે, 5. જેટલો શક્ય થાય તેટલું ગરીબ પરિવારની દેખરેખ કરો, 6. તમે તમારા વ્યવસાયમાં લોકો માટે સંવેદના રાખો, કોઈને નોકરીમાંથી ન કાઢશો, 7. દેશના કોરોના યોદ્ધાઓને સન્માન કરીએ.
ઉલ્લેખનીય છે કે, ફેસ ઓફ નેશને 8 એપ્રિલે “લોકડાઉનમાં વધારો થશે, હાલની સ્થિતિએ લોકડાઉન ઉઠાવી લેવું મુશ્કેલ” શીર્ષક હેઠળ સૌ પ્રથમ સમાચાર રજૂ કર્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારના નિર્ણયો અગાઉ ફેસ ઓફ નેશન ઘણા અહેવાલો રજૂ કરે છે. જે સત્ય અને સંપૂર્ણ વિશ્વસનીય હોય છે. ફેસ ઓફ નેશન હંમેશા સમાચારોમાં અગ્રેસર રહ્યું છે. જે ફરીથી આજે સાબિત થયું છે. સોમવારે પણ “નરેન્દ્ર મોદી 14મી તારીખે દેશને સંબોધશે”ના સમાચાર સૌ પ્રથમ 12.30 કલાકે ફેસ ઓફ નેશને રજૂ કર્યા હતા. જો કે સત્તાવાર જાહેરાત 2.19 કલાકે ટ્વીટર મારફતે કરવામાં આવી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
આવતીકાલે નરેન્દ્ર મોદી દેશને સવારે 10 વાગે સંબોધશે, લોકડાઉનના 21 દિવસ થશે પુરા
જ્યાં ભાજ્પની સરકાર નથી તે રાજ્યોએ લોકડાઉન વધારાની જાહેરાત કરી દીધી