Face Of Nation, 29-10-2021: વડાપ્રધાન પાંચ દિવસના વિદેશ પ્રવાસ પર ઇટાલી પહોંચ્યા છે. તેઓ અહી જી-20 સમિટમાં ભાગ લેશે. આ બેઠકમાં તે જી-20ના નેતાઓ સાથે કોરોના મહામારી, વિકાસ અને ક્લાયમેન્ટ ચેન્જ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી 30-31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે અને ત્યાં થનારી જી-20 સમિટમાં ભાગ લેશે. ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રૈગીના નિમંત્રણ પર વડાપ્રધાન મોદી ઇટાલી પહોચ્યા છે.
આ દરમિયાન બંન્ને નેતાઓ વચ્ચે બેઠક થશે અને પરસ્પર સંબંધોને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરશે. બેઠક દરમિયાન આતંકવાદ રોકવા અને પરસ્પર વેપાર વધારવાની સંભાવના પર ચર્ચા થશે. પાંચ દિવસના વિદેશ પ્રવાસ પર રવાના થતા અગાઉ વડાપ્રધાન મોદીએ કહ્યું કે રોમમાં આયોજીત જી-20 સમિટમાં ભાગ લેવા જઇ રહ્યો છું.
જી-20 નેતાઓ સાથે કોરોના મહામારી અને જળવાયુ પરિવર્તનથી થતા નુકસાન પર ચર્ચા થઇ શકે છે. દરમિયાન વડાપ્રધાન મોદી રોમ અને વેટિકન સિટીનો પણ પ્રવાસ કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી બોરિસના આમંત્રણ પર તેઓ 1 થી 2 નવેમ્બર સુધી ગ્લાસગોમાં રહેશે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જી-20 સમિટ આ વર્ષે ઇકોનોમિક અને હેલ્થ રિકવરી પર કેન્દ્રિત રહેશે. ક્લાયમેન્ટ ચેન્જ પર પણ જી-20 સંમેલનમાં ચર્ચા થશે.ભારતે પણ જી-20 મંચનો પ્રભાવી વૈશ્વિક સંવાદ માટે સારો ઉપયોગ કર્યો હતો. જી-20 દેશોની મહાબેઠક માટે ઇટલીમાં જે થીમ બનાવી છે, તેમાં જળવાયું પરિવર્તન,કોરોના અને આર્થિક રફતાર મુખ્ય મુદ્દો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)