Face Of Nation Special Report (Dhaval Patel) : કોરોના વાઇરસના ફેલાવાને લઈને તેને અટકાવવા અને નાબૂદ કરવા માટે સમગ્ર વિશ્વ નિષ્ફ્ળ બની રહ્યું છે. સમગ્ર વિશ્વના દેશોના નેતાઓ યેનકેન પ્રકારે એવા પ્રયાસો કરી રહ્યા છે કે આ રોગનો ફેલાવો રોકી શકાય. જેને વિશ્વ સત્તા માનવામાં આવે છે તેવા અમેરીકાએ પણ સૌથી વધુ કેસ સાથે રેકોર્ડ કરી લીધો છે. અમેરીકામાં કોરોના વાઇરસ બેફામ રીતે વધી રહ્યો છે પરંતુ તેને કંટ્રોલ કરવામાં હજુ સુધી અમેરીકાને સફળતા મળી રહી નથી. તાજેતરમાં જ બ્રિટનના વડાપ્રધાનને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે અગાઉ કેનેડાના વડાપ્રધાનની પત્નીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જો કે ભારતના વડાપ્રધાન હાલ શક્ય એટલા તમામ પ્રયાસ કરીને આ વાઇરસને ફેલાતો અટકાવી દેશને આ મહામારીમાંથી બહાર લઈ આવવા અર્થાગ પ્રયાસો કરી રહ્યા છે. હાલ સમગ્ર દેશ લોકડાઉનના ભાગરૂપે ઘરમાં કેદ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના નકોડા ચૈત્રી નોરતાના ઉપવાસ કરી રહ્યા છે સાથે જ તેઓ વડાપ્રધાનની જવાબદારીમાં આવતા તમામ કામો કરી રહ્યા છે અને તમામ રાજ્યોની સ્થિતિ ઉપર નજર રાખીને દરરોજે અપડેટ લઈ રહ્યા છે. અમેરીકામાં ચિંતાજનક રીતે રોજબરોજ કેસો વધતા જઈ રહ્યા હોવા છતાં ટ્રમ્પ સરકારને ઈકોનોમીની ચિંતા છે અને તેથી લોકડાઉનના આદેશ આપવામાં આવી રહ્યા નથી પરીણામે ત્યાં પ્રજાના જીવ દાવ ઉપર લાગ્યા છે જયારે ભારતના વડાપ્રધાન માટે દેશની જનતા જ સર્વોપરી હોઈ તાત્કાલિક લોકડાઉનની જાહેરાત કરીને તેનો કડકાઈથી અમલ કરાવવા માટે રાજ્યોને સૂચના આપવામાં આવી રહી છે. જીવશું તો ફરીથી પૈસો ભેગો કરી શકીશું અને ઉભા થઇ શકીશું જેથી હાલના તબક્કે જીવ મહત્વનો છે તેમ છતાં અમેરીકા જેવા દેશોને માત્ર તેની ઇકોનોમીની પડી છે જેને લઈને તે તાત્કાલિક કોઈ નિર્ણય લઈ શકતા નથી, જેનું પરીણામ આજે વિશ્વની સામે છે.
ચૈત્ર મહિનાની શરૂઆતનાં નવ દિવસોને નવરાત્રી ગણવામાં આવે છે. વર્ષમાં આવતી આ એક નવરાત્રીને અતિ શુભ માનવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ નવરાત્રી ખૂબ મહત્વ ધરાવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીના પરમ ઉપાસક છે અને તેઓ ચૈત્રી અને આસો માસની નવરાત્રીમાં નવ દિવસ નકોરડા ઉપવાસ રાખે છે. તેઓ ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીના નવ દિવસ દરમ્યાન માત્ર પાણી અને લીંબુના જ્યુસ પીને માની ઉપાસના કરે છે. સવાર અને સાંજ બંને સમય માતાજીની આરાધના કરે છે. છેલ્લા 39 વર્ષથી નરેન્દ્ર મોદી ચૈત્ર અને આસો મહિનાની બંને નવરાત્રિમાં નવ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરે છે. આજે દેશ જયારે વિશ્વમાં ચાલી રહેલી મહામારીમાં સપડાઈ ગયો છે ત્યારે ધર્મ, આસ્થા અને મહેનત જ કોઈ નક્કર પરીણામ લાવી શકે તેમ છે. બાકી વિજ્ઞાન તો આજે વામણું સાબિત થઈ રહ્યું છે જે સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. માણસની જ દુનિયામાં હાહાકાર મચાવેલા વાઇરસથી બચવા માણસ જ વલખા મારી રહ્યો છે. વિશ્વના અમીરો હોવાની ગુલબાંગો પોકરનારા દેશો આજે કેવી હાલતમાં છે તે સૌ લોકોની નજર સામે છે ત્યારે વડાપ્રધાન મોદીના ઉપવાસ, આરાધના અને આસ્થા ફળીભૂત થશે અને ભારત ખુબ જલ્દી આ મહામારીમાંથી બહાર આવશે તેવી સૌ લોકો આશા રાખી રહ્યા છે. નરેન્દ્ર મોદીની સાથે આજે દેશમાં અનેક ભૂદેવો, શક્તિપીઠના પુજારીઓ અને માતાજીના અનુયાયીઓ ચૈત્રી નવરાત્રીના નકોડા ઉપવાસ કરી રહ્યા છે અને દેશને આ મહામારીમાંથી બચાવવા પ્રાર્થના કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અંબાજી મંદિરમાં પૂજા અર્ચના સમયની તસ્વીર ઉપર રજૂ કરવામાં આવી છે.
Home Uncategorized કોરોના : વિશ્વના દેશો નિષ્ફ્ળ, ચૈત્રી નવરાત્રીના ઉપવાસ થકી મોદીની દેશની સુરક્ષા...