Home Uncategorized કાનપુર IITના દીક્ષાંત સમારોહમાં PM મોદીએ કહ્યુ, કમ્ફર્ટ અને ચેલેન્જમાંથી ચેલેન્જને પસંદ...

કાનપુર IITના દીક્ષાંત સમારોહમાં PM મોદીએ કહ્યુ, કમ્ફર્ટ અને ચેલેન્જમાંથી ચેલેન્જને પસંદ કરો

Face of Nation 28-12-2021:  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 28 ડિસેમ્બરે કાનપુર મેટ્રો  રેલ પ્રોજેક્ટના પૂર્ણ ભાગ અને બીના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઈપલાઈન પ્રોજેક્નું ઉદ્ઘાટન કરવા માટે કાનપુરની મુલાકાતે છે. વડાપ્રધાન કાર્યાલય એ રવિવારે આ જાણકારી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કાનપુરના 54માં દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો છે.
PMએ કહ્યું, ‘જે વિદ્યાર્થીઓને આજે સન્માન મળ્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. આજે તમે જ્યાં પહોંચ્યા છો, તમે જે લાયકાત હાંસલ કરી છે, ત્યાં તમારા માતા-પિતા, તમારા પરિવારના સભ્યો અને તમારા શિક્ષકો જેવા ઘણા લોકો હશે.

પીએમ મોદીએ કહ્યું કે, ‘તમે કમ્ફર્ટ અને ચેલેન્જમાંથી ચેલેન્જને પસંદ કરો કારણકે, જે આરામને પસંદ કરે છે તે પાછળ રહી જાય છે. તમારે એવી વ્યક્તિ બનવાનું છે જે મુશ્કેલીઓને પસંદ કરીને તેનો ઉકેલ લાવે છે. તમે સતત ઇનોવેશનમાં લાગ્યા રહો છો. આ વચ્ચે મારો તમારા સૌને આગ્રહ છે કે, ટેક્નોલોજીની દુનિયામાં રહો પણ હ્યુમન વેલ્યુને ક્યારેય ન ભૂલજો. પોતાનું રોબોટ વર્ઝન ન બનજો. જિજ્ઞાસાવૃતિને જાળવી રાખજો. હ્યુમન ઇન્ટેલિજન્સને પણ યાદ રાખજો. લોકો સાથે પોતાનું કનેક્શન જાળવી રાખજો. લોકો સાથેનું જોડાણ તમારા વ્યક્તિત્વની તાકાત વધારશે. એવું ન થાય કે જ્યારે લાગણી દેખાડવાનો સમય આવે તો દિમાગ એચટીટીપી 404, પેજ નોટ ફાઉન્ડ દેખાડે.

પીએમએ વિદ્યાર્થીઓને કહ્યું, આઝાદી બાદ દેશ ઘણો સમય ગુમાવી ચૂક્યો છે, બે પેઢીઓ નીકળી ગઈ, હવે આપણે એક ક્ષણ પણ ગુમાવવાની નથી. તમને મારી વાતોમાં અધીરતા દેખાતી હશે પણ હું ઈચ્છું છું કે તમે પણ આવા જ અધીર બનો અને પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જો આપણે આત્મનિર્ભર નહીં હોઈએ તો આપણું લક્ષ્ય કઈ રીતે પૂરું થશે, દેશ પોતાની ડેસ્ટિની સુધી કઈ રીતે પહોંચશે. તેમણે ઉમેર્યું કે, મારો ભરોસો છે કે તમે આવું કરી શકો છો. તમારે જ કરવાનું છે, તમે જ કરશો, આ અનંત શક્યતાઓ તમારા માટે છે.’

‘તમે એ સારી રીતે જાણો છો કે પાછલા વર્ષોમાં કઈ રીતે દેશને આત્મનિર્ભર બનાવવા માટે દેશે એવું કામ કર્યું છે જેથી તમારું કાર્ય સરળ બને. દેશ યુવાનો માટે તમામ યોજનાઓના માધ્યમથી માર્ગ બનાવી રહ્યો છે. ઇઝ ઓગ ડુઇંગ બિઝનેસને સુધારવામાં આવી રહ્યો છે. આજે આપણી પાસે 75થી વધુ યુનિકોર્ન્સ છે, 50 હજારથી વધુ સ્ટાર્ટઅપ છે. આજે ભારત સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભર્યું છે. તાજેતરની રિપોર્ટ મુજબ ભારત વિશ્વમાં ત્રીજા નંબરનું યુનિકોર્ન બન્યું છે. જે આઈઆઈટીની પ્રતિભાને ઓળખે છે, તે જાણે છે કે તેઓ કંઈ પણ કરી બતાવશે. હું ખાતરી આપું છું કે સરકાર બધી રીતે તમારી સાથે છે.’

PMOના નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે, શહેરી ગતિશીલતામાં સુધારો એ વડા પ્રધાનના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંથી એક રહ્યું છે. કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ ખંડનું ઉદ્ઘાટન આ દિશામાં બીજું મોટું પગલું છે. તે IIT કાનપુરથી મોતી ઝિલ સુધીનો નવ કિલોમીટર લાંબો ખંડ છે.

નિવેદન અનુસાર, વડાપ્રધાન કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે અને IIT મેટ્રો સ્ટેશનથી ગીતા નગર સુધી મેટ્રો રાઈડ કરશે. કાનપુરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની સમગ્ર લંબાઈ 32 કિમી છે અને તેને 11,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહી છે.

નિવેદનમાં જણાવાયું છે કે 356 કિમી લાંબા બીના-પંકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટની ક્ષમતા લગભગ 34.5 લાખ મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. મધ્યપ્રદેશની બીના રિફાઇનરીથી કાનપુરના પનકી સુધી ફેલાયેલ આ પ્રોજેક્ટ 1500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તે ક્ષેત્રમાં બીના રિફાઈનરીથી પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહનમાં મદદ કરશે.

IIT કાનપુરના દીક્ષાંત સમારોહમાં વડાપ્રધાન મુખ્ય અતિથિ હશે. કોન્વોકેશન દરમિયાન, તમામ વિદ્યાર્થીઓને નેશનલ બ્લોકચેન પ્રોજેક્ટ હેઠળ સંસ્થામાં વિકસિત આંતરિક બ્લોકચેન સંચાલિત ટેકનોલોજીના માધ્યમથી ડિજિટલ ડિગ્રી એનાયત કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન બ્લોકચેન આધારિત ડિજિટલ ડિગ્રીની શરૂઆત કરશે. આ ડિજિટલ ડિગ્રી વૈશ્વિક સ્તરે વેરીફાઇ કરી શકાય છે.

હિમાચલના મંડીમાં રાજ્યની જયરામ સરકારના ચાર વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન સભાને સંબોધિત કરી હતી. આ દરમ્યાન તેમણે ડબલ એન્જિનની સરકારના ફાયદા ગણાવ્યા, તો વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તો તેમણે હિમાચલની બે જાણીતી ડીશ સેપુ વડી અને બદાણાના મીઠાઈને પણ યાદ કરી હતી. પીએમ મોદીએ 11,000 કરોડ રૂપિયાના ખર્ચે 4 મોટા હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).