Face Of Nation, 05-11-2021: કાશી વિશ્વનાથથી શ્રી કેદારનાથ ધામ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શિવભક્તિ અને આસ્થા કોઈથી છૂપાયેલી નથી. તેઓ આજે એકવાર ફરીથી ઉત્તરાખંડના કેદરાનાથ ધામની મુલાકાતે છે. હાલ તેઓ કેદારનાથ પહોંચી ગયા છે.
પીએમ મોદીએ મંદિરમાં પૂજન કર્યા બાદ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું. ત્યારબાદ પીએમ મોદી તે પ્રતિમા સામે ધ્યાનની મુદ્રામાં બેસી ગયા.
Prime Minister Narendra Modi pays obeisance to Lord Shiva at Kedarnath temple in Uttarakhand pic.twitter.com/V9gIdrrgTo
— ANI (@ANI) November 5, 2021
કેદારનાથ મંદિરમાં પીએમ મોદીએ વિધિવિધાનથી પૂજન સમયે બાબા કેદારનાથનો રુદ્રાભિષેક પણ કર્યો. મંદિરમાં પૂજા બાદ તેઓ બહાર નીકળી ગયા.
Uttarakhand | PM Modi undertook circumambulation of the Kedarnath shrine after offering prayers pic.twitter.com/tyTTPI7jpE
— ANI (@ANI) November 5, 2021
કેદારનાથ ધામમાં પૂજા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાબાની આરતી કરતા દેશના કલ્યાણની પ્રાર્થના કરી. ત્યારબાદ પુરોહિતોએ પીએમ મોદીને તિલક કર્યું અને તેમને રુદ્રાક્ષની માળા, શોલ પહેરાવીને અભિવાદન કર્યું. મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ ભગવાન શિવના સ્વરૂપને સ્પર્શ કરતા શીશ નમાવ્યું અને આ રીતે પોતાના આરાધ્ય દેવના આશીર્વાદ લીધા.
#WATCH Prime Minister Narendra Modi performs 'aarti' at Kedarnath temple in Uttarakhand pic.twitter.com/V6Xx7VzjY4
— ANI (@ANI) November 5, 2021
પીએમ મોદીએ કેદારનાથ ધામમાં મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી. પીએમ મોદીએ બાબા કેદારનાથનો રુદ્રાભિષેક કર્યો. હવે તેઓ મંદિરની બહાર આવી ગયા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરમાં કેદારનાથ ધામથી પ્રધાનમંત્રી મોદીને લાઈવ નિહાળી રહ્યા છે. પીએમ મોદીએ ભગવાન શિવના સ્વરૂપ બાબા કેદારનાથને બાઘમ્બર વસ્ત્ર ભેટ કર્યા. તેમણે આ પહેલા મંદિરની પરિક્રમા પણ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથ ધામ પહોંચી ગયા છે. અહીં તેઓ કેદારનાથ ધામમાં પૂજા કરશે અને આદિ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ પણ કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)