Home Uncategorized પ્રધાનમંત્રીનો બીજા દિવસે મેગા રોડ શો; ચિલોડાથી દહેગામ સુધીના રોડ શો યોજાયો,...

પ્રધાનમંત્રીનો બીજા દિવસે મેગા રોડ શો; ચિલોડાથી દહેગામ સુધીના રોડ શો યોજાયો, જુઓ Video

https://youtu.be/WxYUN4q4pyg

Face Of Nation 12-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો હતો. ચિલોડાથી દેહગામ સુધી યોજાયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દોઢ કલાકના રોડ શો બાદ પ્રધાનમંત્રી લવાડ ખાતે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યાં તેના નવા સંકુલનું લોકાર્પણ કર્યું છે અને પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી.
સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ
અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે.1 હજારથી વધુ કલાકારો અને ભવ્ય લાઇટિંગ સાથે આ કાર્યક્રમ યોજાનાર છે. જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નોંધનીય છેકે, ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 50 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).