Face Of Nation:પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને વચ્ચે દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થઈ હતી. આતંકના મુદ્દા પર પણ પીએમ મોદીએ ટ્રંપ સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે સરહદ પર આતંકવાદ પર રોક લગાવવી જરૂરી છે.પ્રધાનમંત્રીએ આશરે 30 મિનિટ સુધી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ પાકિસ્તાનું નામ લીધા વગર કહ્યું કેટલાક નેતાઓ દ્વારા ભારત વિરૂદ્ધ ભડકાઉ નિવેદનો ક્ષેત્રીય શાંતિ માટે લાભકારી નથી.રાષ્ટ્રપતિ ટ્રંપ સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ આતંક અને હિંસા મુક્ત વાતાવરણના નિર્માણ પર જો આપ્યું અને કહ્યું કે આવા વાતાવરણમાં સરદ પાર આતંકવાદની કોઈ જગ્યા ન હોવી જોઈએ.
Home Uncategorized પ્રધાનમંત્રીએ ટ્રંપ સાથે કરી વાતચીત: પીએમે કહ્યું સરહદ પાર આતંકવાદનું ક્યાંય સ્થાન...