Home Uncategorized જાણો : આ દેશના વડાપ્રધાને આર્થિક સંકળામણનો સામનો કરવા પોતાનું નિવાસ સ્થાન...

જાણો : આ દેશના વડાપ્રધાને આર્થિક સંકળામણનો સામનો કરવા પોતાનું નિવાસ સ્થાન ભાડે આપવાનો લીધો નિર્ણય

Face Of Nation, 04-08-2021 : વિશ્વમાં સૌ પ્રથમવાર એક દેશના વડાપ્રધાને તેમના નિવાસ સ્થાનને ભાડે આપવાની જાહેરાત કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આ દેશ આર્થિક સંકડામણ ભોગવી રહ્યો હોઈ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. નિવાસ સ્થાનથી લઈને પીએમ હાઉસના ગાર્ડન સુધીની તમામ જગ્યા ઇવેન્ટ માટે અને સામાન્ય જનતા માટે ભાડે આપવામાં આવશે.
સામાન્ય સંજોગોમાં સૌને આ વાત જાણીને ચોક્કસથી એ દેશનું અને વડાપ્રધાનનું નામ જાણવાની ઈચ્છા થાય. આ દેશ એટલે ભારતનો પડોશી અને આતંકના આકાઓને સ્થાન આપતું હોવાના અનેક દેશોએ જેના ઉપર આક્ષેપો લગાવ્યા છે તેવું પાકિસ્તાન છે. જેના વડાપ્રધાન ઇમરાન ખાન છે.
આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા પાકિસ્તાને ઈસ્લામાબાદ સ્થિત વડાપ્રધાન ઈમરાન ખાનનો સરકારી નિવાસ સ્થાન સામાન્ય લોકોને ભાડેથી આપવાનો નિર્ણય કર્યો છે. હવે અહીં કલ્ચરલ, ફેશન અને એજ્યુકેશન પ્રોગ્રામ સહિત અનેય ઈવેન્ટ માટે લોકો તેને ભાડેથી લઈ શકશે.
ઓગસ્ટ 2019માં સત્તારૂઢ તહરીક-પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની સરકાર બની હતી તે સમયે વડાપ્રધાન ઈમરાન ખાને સરકારી નિવાસ સ્થાનને યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી. જે બાદ ઈમરાને તેને ખાલી કરી દીધું હતું. સમા ટીવીએ જણાવ્યું કે સરકારે હવે યુનિવર્સિટીવાળા પ્રોજેક્ટને અભેરાઈએ ચડાવી દીધો છે અને PM નિવાસ સ્થાન ભાડે આપવાનો નિર્ણય કર્યો છે.
આ મામલે ટૂંક સમયમાં જ ઈમરાન કેબિનેટની બેઠક થવાની છે, જેમાં વડાપ્રધાન સરકારી નિવાસ સ્થાનમાંથી રેવન્યૂ મેળવવાના મુદ્દે ચર્ચા કરશે. મળતી માહિતી મુજબ વડાપ્રધાનના આવાસનું ઓડિટોરિયમ, બે ગેસ્ટ વિંગ અને એક લૉનને ભાડેથી આપીને રેવન્યૂ મેળવવામા આવશે. આ પરિસરમાં ડિપ્લોમેટિક ફંકશન, ઈન્ટરનેશનલ સેમિનાર પણ આયોજિત કરાશે. સરકાર આવા આયોજનથી પણ ભાડું વસૂલની કમાણી કરશે.
ઈમરાન ખાને 2019માં જ્યારે દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા ત્યારે તેઓએ પોતે કબૂલ્યું હતું કે પાકિસ્તાન સરકારની પાસે જન કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ કરવા માટે પૈસા નથી, જ્યારે દેશમાં કેટલાંક લોકો અમારા ઔપનિવેશનક આકાઓની જેમ જીવી રહ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)