Home Uncategorized વોટબેંકના રાજકારણે દેશનું ખુબ નુકસાન કર્યું : નરેન્દ્ર મોદી

વોટબેંકના રાજકારણે દેશનું ખુબ નુકસાન કર્યું : નરેન્દ્ર મોદી

Face Of Nation : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ તાબડતોબ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં એક જનસભાને તેઓ સંબોધન કરી રહ્યાં છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે અહીં ભાજપની લહેર સ્પષ્ટ જોવા મળી રહી છે. પીએમ મોદીએ ભાષણની શરૂઆતમાં કહ્યું કે 5 વર્ષોમાં તમે જે રીતે આ ચોકીદારનો સાથ આપ્યો છે. તેના માટે હું ખુબ જ વિનમ્રતાથી તમને શીશ ઝૂકાવીને નમન કરું છું. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી મેં દેશના ચારે ખુણા અને દરેક દિશાની મુલાકાત લીધી છે. પૂર્ણ બહુમતવાળી સરકાર માટે તમારા વિકાસ માટે  કામ કરનારી સરકાર માટે દેશભરમાં જે લહેર ચાલી રહી છે તે આજે અમરોહામાં પણ જોવા મળી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે વોટબેંકના રાજકારણે દેશનું ખુબ નુકસાન કર્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે દેશની શાખ જળવાઈ રહે તે માટે એક મજબુત સરકાર હોવી જરૂરી છે. મજબુત સરકાર જ કડક અને મોટા નિર્ણય લઈ શકે છે. દેશને આગળ વધારી શકે છે.