કેટલાક લોકોને ભારતીયોની ક્ષમતા પર શક કરે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Face Of Nation:પીએમ મોદીએ વારાણસીમાં ભાજપના મહા-સભ્યપદ અભિયાનની શરૂઆત કરી. આ પહેલા વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રીની 18 ફુટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા. વારાણસીમાં વૃક્ષારોપણ અભિયાનની પણ શરૂઆત કરી. ત્યારબાદ તેઓએ ભાજપ સભ્યપદ અભિયાનની શરૂઆત કરી. ભાજપના કાર્યકરોને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં હવે 5 ટ્રિલિયન ડોલર અર્થવ્યવસ્થાની ચર્ચા થઈ રહી છે.
ભાજપ સભ્યપદ અભિયાનની શરૂઆત કર્યા બાદ પીએમ મોદીએ એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે, કેટલાક લોકોને ભારતીયોની ક્ષમતા પર શક કરે છે. મોટા લક્ષ્ય પર દેશવાસીઓ સાથે વાત કરવા માંગું છું. ન્યૂ ઈન્ડિયા તો હવે દોડવા માંગે છે.
પીએમ મોદીએ પોતાના વક્તવ્ય દરમિયાન બજેટની પણ ચર્ચા કરી. પીએમ મોદીએ પાંચ ટ્રિલિયન અર્થવ્યવસ્થાનો અર્થ સમજાવ્યો. ભારતીય અર્થવ્યવસ્થામાં તમામ શક્યતાઓ છે. આપણું સપનું 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા સાથે જોડાયેલો છે.