Home News શરમજનક : ગુજરાત પોલીસ ભાજપની તવાયફ બની ગઈ છે, ફરિયાદો નહિ નોંધીને...

શરમજનક : ગુજરાત પોલીસ ભાજપની તવાયફ બની ગઈ છે, ફરિયાદો નહિ નોંધીને પોલીસ નેતાઓની ગુલામી કરી રહી છે

Face Of Nation 25-02-2025 : ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા લથડી ગઈ છે. કોઈ આમ નાગરિકને ફરિયાદ નોંધાવવી હોય તો નાકે દમ આવી જાય છે કેમ કે, આરોપીઓમાંથી કોઈ ભાજપ સાથે કે ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા હોય છે. ભાજપની મહેફિલમાં પોલીસ આજે તવાયફની ભૂમિકા ભજવી રહી હોય તેમ લાગી રહ્યું છે. ખરેખર નેતાઓની ગુલામી કરવી એના કરતા શરીરે વર્દી ધારણ કરીને પોલીસની નોકરી ન કરવી વધુ હિતાવહ બની રહે તેમ છે.
તાજેતરમાં ડાયરા કલાકાર દેવાયત ખવડનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. આ કલાકાર સાથે બનેલી ઘટના બદલ સ્થાનિક પોલીસ ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરવાની હિંમત ધરાવતી નથી. કેમ કે ચર્ચા એવી ઉઠી છે કે, દેવાયત ખવડ દ્વારા જે લોકો ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે તે આરોપીઓને સત્તાધારી ભાજપનું પીઠબળ છે. તેમના બચાવમાં ખુદ ભાજપના નેતાઓ જોડાયા છે. હાલ એવી પરિસ્થિતિ છે કે, જ્યાં ભાજપના સ્થાનિક નેતાની પણ હાજરી હોય તો થરથર ધ્રુજતા પોલીસ કર્મચારીઓ કોઈ પણ કાર્યવાહી કરતા સો વાર વિચાર કરતા હોય છે. લોકોને ભલે ભાજપ પ્રત્યે અપાર પ્રેમ હોય પણ ભાજપના નેતાઓ પોલીસનો ઉપયોગ તાવાયફથી પણ ખરાબ રીતે કરી રહ્યા છે તેમ કહેવામાં કોઈ અતિશક્યોક્તિ નથી. ખરેખર ! આવા બનાવોથી પોલીસનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈથી માંડીને ઉપરી અધિકારીઓ સુધીના તમામ પોલીસ કર્મચારીઓ અત્યારે બસ ભાજપના નેતાઓ આગળ સારો દેખાવ કરવામાં જ વ્યસ્ત છે અને તેમને ન ગમે તેવું કોઈ પણ કાર્ય ભૂલથી પણ ન થઇ જાય તેની જાણે કે તકેદારી રાખી રહ્યા છે. ભાજપના નેતાઓ ભલે વોટો માંગવા માટે જાહેરમાં પ્રજાના બેલી હોવાની બૂમરાણો મચાવતા કે પ્રજાના બેલી હોવાના દેખાવડાઓ કરતા પણ સત્ય હકીકતો કંઈક જુદી જ છે. નમાલા વર્દીધારીઓ નેતાઓના બંગલે જઈને નેતાઓની ગુલામી કરે છે. જો કોઈ ભાજપનો નેતા પોલીસ અધિકારીને ફોન કરે તો જી સર, જી સર કરીને તેમની આગળ કૂતરાની માફક પૂંછડી પટપટાવીને તેમના પડ્યા બોલ જીલે છે. તે બોલ પછી ભલે કાયદાની વિરુદ્ધ કેમ ન હોય. કોઈ પણ નાગરિક સાથે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના બને તો પોલીસની સૌ પ્રથમ ફરજ છે કે તે ઘટના અંગે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરે પણ તેની જગ્યાએ ગુજરાતની પોલીસ નેતાઓના ઈશારે ફરિયાદ નોંધવાનું ટાળીને સમાધાનમાં અને તોડ કરવામાં પ્રયત્નશીલ બની જાય છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તો ફક્ત સત્તાની જ ચાપલુસી કરવા માટે બનાવવામાં આવી હોય તેમ લાગે છે. જ્યાં અધિકારીઓની નિયુક્તિ પણ સરકારમાં બેઠેલા નેતાઓની પસંદગીના આધારે થાય છે. અહીં સરકારની વિરુદ્ધમાં બોલી રહ્યા હોય તેમની વિરુદ્ધ નેતાઓના ઈશારે ગુના નોંધાય છે અને ધાકધમકાવવા ક્રાઇમબ્રાન્ચની કચેરીએ લાવવામાં આવે છે. જ્યાં તેમને વર્દીધારીઓ ગુંડાની માફક ડરાવી ધમકાવીને સરકારની તાબે થઇ જવા માટે દબાણ કરે છે. આ એક નગ્ન સત્ય છે પણ તેની સામે બોલવાની કોઈ માઈના લાલની હિંમત નથી. પત્રકારો પણ ક્રાઇમ બ્રાન્ચની આડમાં ચાલી રહેલા ધંધાઓ ઉઘાડા પાડતા થરથર ધ્રૂજે છે, તેમ કહેવામાં કોઈ બે મત નથી.
નાની નાની બાબતમાં ફરિયાદ ન નોંધતા પ્રજાને કોર્ટના ધક્કા ખાવા પડે છે અને કોર્ટમાંથી ફરિયાદ દાખલ કરવાના ઓર્ડરો લાવવા પડે છે આથી શરમજનક બાબત લોકશાહીમાં બીજી શું હોઈ શકે ? છતાં લોકોને એવું મગજમાં ઘુસાડી દેવામાં આવ્યું છે કે, ભાજપ જ ભગવાન છે. જે કરે તે સત્ય છે. ખેર ! પ્રજા જ માંગે છે તે સત્તા આપે છે. જો કોઈ પત્રકાર કે કોઈ આમ જનતા પોલીસ વિરુદ્ધ લખે કે બોલે તો તેમને મરચા લાગે છે પણ કામ કરવાની વાત આવે ત્યારે કશું બોલી શકતા નથી. ખેર જોયા કરો શું થઇ રહ્યું છે અને શું થવાનું છે તે જ હવે પ્રજાની નીતિરીતિ થઇ ગઈ છે અને એટલે જ નેતાઓમાં આટલી હિંમત આવી ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).

જીવના જોખમે કેનેડાથી અમેરિકામાં પ્રવેશતા 12 ભારતીયોનો બચાવ, ઠંડીમાં હિમ લાગવાથી ગંભીર હાલતમાં પીડાતા હતા