ફેસ ઓફ નેશન, 30-03-2020 : નવાવાડજના કોર્પોરેટર આર.ડી.દેસાઈની પેટ્રોલિંગમાં રહેલા આઇપીએસ અમિત વિશ્વકર્માએ અટકાયત કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આર.ડી.દેસાઈ સાથે માજી મેયર ગૌતમ શાહ હોવાના પણ સમાચાર વહેતા થતા આ અંગે ફેસ ઓફ નેશને ગૌતમ શાહનો સંપર્ક કર્યો હતો જેમાં તેમને જણાવ્યું હતું કે, અમે કાર્યકર્તા સાથે વાડજમાં તેલની બોટલનું વિતરણ કરી રહ્યા હતા અને તેવામાં આઇપીએસ અધિકારી નીકળ્યા હતા અને તેઓએ અમોને અહીંથી છુટા પડી જવા કહ્યું હતું. તમારી સામે કોઈ ગુનો નોંધાયો છે કે કેમ તેના સવાલના જવાબમાં શાહે કહ્યું હતું કે, ના કોઈ ગુનો નોંધાયો નથી. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બંને નેતાઓને આઇપીએસ અધિકારી ઉપાડીને નજીકના પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગૌતમ શાહ અને આર.ડી. દેસાઈ ગૃહમંત્રી અમિત શાહના વિસ્તારમાંથી આવે છે અને તેઓના નિકટ છે તેમ છતાં આઈપીએસ અધિકારે કરેલી કાર્યવાહીથી સ્થાનિકો સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે આ મામલે પોલીસ ચોપડે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.આ બંને નેતાઓ સેવાનું કાર્ય કરતા હતા, ગરીબોને તેલનું વિતરણ કરી રહ્યા હતા તેવામાં આઈપીએસે કરેલી કાર્યવાહીથી સૌ લોકોમાં ચર્ચા ઉભી થઇ હતી. નોંધનીય છે કે, આ આઇપીએસ અધિકારી અવારનવાર તેમની કાર્યશૈલીને લઈને ચર્ચામાં રહ્યા છે ત્યારે આજે કરેલા કાર્યથી તેઓ ફરીથી ચર્ચામાં આવ્યા છે.
કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ