Home News કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે ધારદાર છરા સાથે એક વ્યક્તિને...

કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે ધારદાર છરા સાથે એક વ્યક્તિને ઝડપી લીધો

ફેસ ઓફ નેશન, 01-04-2020 : વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. કોરોના વાઇરસને લઈને સરકાર તથા પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું ચુસ્ત પણે પાલન કરાવવા પોલીસ અથાગ પ્રયાસો કરી રહી છે અને જે પાલન ન કરે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ મોડી રાત્રે જુનાવાડજ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રિવરફ્રન્ટ પાસે આવેલા દશામાતાજીના મંદિર પાસે કેટલાક લોકો એકઠા થયા હતા. આ તમામ લોકોની પોલીસે પૂછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ આપી શકયા નહોતા જેને લઈને પોલીસને શંકા જતા તમામ લોકોનું ચેકીંગ કરતા એક વ્યક્તિ અર્જુન ઉર્ફે કાંચા પાસેથી ધારદાર છરો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે અર્જુન ઉર્ફે કાંચાની પૂછપરછ કરી આ છરો ક્યાંથી લાવ્યો ? કેમ લાવ્યો ? અને તેનો આશય શું હતો ? તે અંગે પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે. આમ, કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે એક વ્યક્તિને ધારદાર છરા સાથે ઝડપી લીધો હતો.

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ

Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી